બાવળા તાલુકાના શિયાળ ગામમાં 76 માં સ્વતંત્રતા દિવસની ભવ્યઉજવણી કરવામાં આવી - At This Time

બાવળા તાલુકાના શિયાળ ગામમાં 76 માં સ્વતંત્રતા દિવસની ભવ્યઉજવણી કરવામાં આવી


બાવળા તાલુકાના શિયાળ ગામમાં 76 માં સ્વતંત્રતા દિવસની ભવ્યઉજવણી કરવામાં આવી હતી
અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં આજે 76 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં બાવળા તાલુકાના શિયાળ ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાવળા તાલુકા ના મામલતદાર સી એલ સુતરીયા સાહેબે ત્રિરંગો ફરકાવ્યો હતો
શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો, સ્વાગત ગીત અને ગુજરાતી પિક્ચર ના ગીતો પર ડાન્સ કર્યો હતો
અને છેલ્લે વૃક્ષારોપણ કાર્યક્રમ કરી પ્રસાદી લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
આ કાર્યક્રમમાં સી.એલ સુતરીયા સાહેબ (મામલતદાર શ્રી બાવળા),નાયબ મામતદાર જેન્તી પરમાર TDO કવિતા મહેશ્વરી શિક્ષકો ને ટીડીઓ અને મામલદાર દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા
બગોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા PSI જાની ,શિયાળ ગામના સરપંચ પ્રતાપભાઈ ગોહિલ, શિયાળ ગામની તમામ શાળાઓના આચાર્ય અને શિક્ષકો મોટી સંખ્યામાંશિયાળગ્રામજનોઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.