શહેર-જિલ્લામાં 5 સ્થળેથી 32 જુગારી પકડાયા
રાજકોટમાં વધી રહેલા જુગારના દૂષણને પગલે સિટી પોલીસ અને જિલ્લા પોલીસે જુદા જુદા પાંચ સ્થળે દરોડા પાડી 32 જુગારીને રૂ.1.16 લાખની રોકડ સાથે પકડી પાડ્યા છે. લોધિકાના વડવાજડી ગામે જાહેરમાં જુગાર રમતા કેતન ઉર્ફે કિશોર પેથા રાઠોડ સહિત આઠ શખ્સને પોલીસે રૂ.52,150ની રોકડ તેમજ પાંચ મોબાઇલ મળી કુલ રૂ.84,150ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
મવડી, ઉદયનગર-1માં સુરેશ ભીખુ ભરડવાના મકાનમાં દરોડો પાડી સુરેશ સહિત 7 શખ્સને રોકડા રૂ.33,400 સાથે, જામનગર રોડ, મનહરપુર-1 ગામે પ્રકાશ ઉર્ફે પિન્ટુ રમેશ લખલાણીના મકાનમાંથી પ્રકાશ ઉર્ફે પિન્ટુ સહિત છ શખ્સને રોકડા રૂ.14,660 સાથે, શાપરમાં અનમોલ વિહાર સોસાયટીમાં સ્ટ્રીટલાઇટના અજવાળે પ્રદીપ ભીખા પરમાર સહિત 5 જુગારીને રોકડા રૂ.10,300 સાથે, જ્યારે જીવરાજપાર્ક પાસે સીતાજી ટાઉનશિપમાં ચંદ્રેશ જમન સવસાણીના ક્વાર્ટરમાંથી ચંદ્રેશ સહિત છ શખ્સને રોકડા રૂ.5360 સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.