રાજકોટમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 4, શરદી-ઉધરસના 336, તાવના 103, ઝાડા-ઊલ્ટીના 98 કેસ નોંધાયા
ચોમાસાની ઋતુ દરમિયાન રાજકોટ શહેરમાં મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. થોડા સમયના વિરામ બાદ ફરી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આથી મિશ્ર વાતાવરણને કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. આથી ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. શહેરમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 4 કેસ, શરદી-ઉધરસના 336, તાવના 103 અને ઝાડા-ઊલ્ટીના 98 કેસ નોંધાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.