રાજકોટમાં પમ્પ બનાવતી કંપનીએ 500થી વધુ કર્મચારીઓને તિરંગો આપ્યો, આખું વર્ષ રોજ ધ્વજવંદન કરી ફેક્ટરીમાં શરૂ કરાય છે કામ
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં અઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયા છે. ત્યારે રાજકોટની ફાલ્કન કંપની દ્વારા વાવડી ઇન્ડસ્ટ્રીઅલ એરીયામાં આવેલ ફાલ્કન કંપનીના ઉત્પાદન પ્લાન્ટમાં 500થી વધુ કર્મચારીઓને રાષ્ટ્રઘ્વજ અર્પણ કરી હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં આ કંપનીમાં કાયમી માટે આખુ વર્ષ રોજ સવારે કામની શરૂઆત કરતા પહેલા ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કર્યા પછી જ કામની શરૂઆત કરવામાં આવે છે.
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશભરના લોકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયા છે ત્યારે દેશમાં પમ્પ ઉત્પાદન ક્ષેત્રે અગ્રગણ્ય ફાલ્કન કંપની દ્વારા રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા ઉત્પાદન પ્લાન્ટમાં 500થી વધુ કર્મચારીઓને એકસાથે રાષ્ટ્રધ્વજ અર્પણ કરી હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું હતું. તમામ કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને ગૌરવ અને ગરીમા સાથે સલામી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.