વંથલીની સીમમાં સિંહે ભેંસનું મારણ કરતા ફફડાટ... - At This Time

વંથલીની સીમમાં સિંહે ભેંસનું મારણ કરતા ફફડાટ…


છેલ્લા ઘણા સમયથી વંથલી નજીક વન્યજીવોના આંટાફેરા વચ્ચે ગઈ રાત્રીના વંથલીના ઘાંચી કબ્રસ્તાન પાછળ આવેલ મુનાફભાઈ હારુનભાઈની વાડીમાં ગઈ રાત્રીના સિંહ દ્વારા ભેંસનું મારણ કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે લોકોએ આ અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગ દવારા ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી..વંથલી પંથક બાગાયતી વિસ્તાર હોય અહીં અવારનવાર વન્યજીવો આવી જતા હોય છે તાજેતરમાં કેશોદ રોડ પર રાત્રીના સિંહના આંટાફેરાનો વિડિઓ વાયરલ થયો છે અગાઉ પણ આ વિસ્તારોમાં વન્યજીવો દ્વારા મારણ કરવામાં આવ્યા હોય આ અંગે વનવિભાગ દ્વારા યોગ્ય કરવા ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે...

રિપોર્ટર....
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.