રામોલમાં એક ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો
અમદાવાદ,શનિવાર,13 ઓગસ્ટ,2022
અમદાવાદમાં શનિવારે બપોરના સમયે વાતાવરણમાં આવેલા પલટા બાદ
બપોરે બેથી ત્રણના એક કલાકના સમયમાં રામોલમાં ૧૫ મિલીમીટર અને ૩થી ૪ના એક કલાકના
સમયમાં ૮ મિલીમીટર વરસાદ વરસી ગયો હતો.મણિનગરમાં ૧૫ મિલીમીટર વરસાદ પડયો
હતો.વટવામાં ૧૨ મિલીમીટર વરસાદ થવા પામ્યો હતો.રાતના આઠ કલાક સુધીમાં ચકુડીયા વિસ્તારમાં ૮, ઓઢવમાં ૧૦, વિરાટનગરમાં ૮, રામોલમાં ૨૭,
જોધપુરમાં ૧૦,
મણિનગરમાં ૨૧ મિલીમીટર તથા વટવામાં ૧૪ મિલીમીટર વરસાદ સાથે સરેરાશ ૫.૮૯
મિલીમીટર અને મોસમનો અત્યાર સુધીનો ૭૫૦.૯૬ મિલીમીટર એટલે કે ૨૯.૫૭ ઈંચ વરસાદ થયો
હતો.વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૫ ફૂટ નોંધાઈ હતી.બેરેજના ગેટ નંબર-૨૫ અને ૨૮
એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.