અમદાવાદ જિલ્લામાં 2.95 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સંપન્ન - At This Time

અમદાવાદ જિલ્લામાં 2.95 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સંપન્ન


અમદાવાદ,તા.13 ઓગષ્ટ 2022, શનિવારઅમદાવાદ જિલ્લામાં તા.૧૨ ઓગષ્ટ સુધીમાં કુલ વાવેતર વિસ્તાર ચાર લાખમાંથી ૨.૯૫ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સંપન્ન થયું છે. જેમાં સૌથી વધુ વિરમગામ તાલુકામાં ૪૮ હજારથી વધુ હેક્ટરમાં વાવેતર છે. બીજા ક્રમે સાણંદ અને ત્રીજા ક્રમે ધોળકા તાલુકો મોખરે છે. જિલ્લામાં ૧.૩૯ લાખ હેક્ટરમાં ડાંગરની વાવણી થઇ છે. જ્યારે ૫૨,૨૪૨ હેક્ટરમાં કપાસનું વાવેતર છે.સારા વરસાદ અને હવામાનને લઇને આ વર્ષે જિલ્લામાં ખરીફ વાવેતરમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. સમયસર વાવણી અને પિયત મળી રહેત તેમજ અત્યાર સુધીમાં વાવણી લાયક વરસાદ પડયો હોવાથી ખરીફ વાવેતરમાં પ્રાણ ફૂંકાયો છે. સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોમાં અત્યારથી આનંદની લાગણી જોવા મળી રહી છે.ડાંગરના વાવેતરમાં આ વર્ષે સાણંદ માખરે છે જ્યાં ૪૩,૭૯૫ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. ધોળકામાં ૩૩,૫૦૦ હેક્ટર , દસક્રોઇમાં ૨૨,૩૧૫ હેક્ટર, બાવળામાં ૨૮,૭૪૫ હેક્ટર, વિરમગામમાં ૧૦,૭૨૦ હેક્ટર, ધંધૂકામાં ૧૨ અને ધોલેરામાં ૩૯ હેક્ટરમાં ડાંગરની વાવણી થઇ ચૂકી છે. ડાંગરનું વાવેતર હજુ વધવાની શક્યતા છે.જિલ્લામાં બાજરી ૧૧૬ હેક્ટર, જુવાર૭૬૦ હેક્ટર, તુવેર ૧૩,૫૩૭ હેક્ટર, મગ ૨,૧૦૫ હેક્ટર, મઠ ૮,૨૧૩ હેક્ટર, અડદ ૬,૯૧૦ હેક્ટર, મગફળી ૧૬૧ હેક્ટર, તલ ૧,૦૫૨ હેક્ટર, દિવેલા ૨૪,૧૦૯ હેક્ટર , સોયાબીન ૫૨૪ હેક્ટર વાવેતર થયું છે.આ વર્ષે હજુ સુધી અતિવૃષ્ટિ થઇ નથી. નદી કે ડેમના પાણીથી કોઇ નુકશાની થવા પામી નથી આ બધા સંજોગોને લઇને આ વર્ષે ખેતી સારી થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. વરસાદ કે વાવાઝોડાથી પણ નુકશાન નથી. આ વર્ષને  ખેતી માટે સર્વોતમ વર્ષ ખેડૂતો માની રહ્યા છે.અમદાવાદ જિલ્લમાં ખરીફ વાવેતર(હેક્ટરમાં)

તાલુકો

વાવેતર કુલ

બાવળા

૩૮,૫૦૦

દસક્રોઇ

૨૮,૬૩૨

દેત્રોજ

૨૩,૬૯૩

ધંધુકા

૨૭,૨૩૫

ધોલેરા

૪,૫૦૭

ધોળકા

૪૨,૪૦૦

માંડલ

૩૫,૦૭૨

સાણંદ

૪૬,૮૯૯

વિરમગામ

૪૮,૮૬૪

કુલ

૨,૯૫,૮૦૨

(નોંધઃ તા.૧૨ ઓગષ્ટ સુધીના વાવેતરના આંકડા હેક્ટરમાં છે)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.