રેઇનકોટ પહેરવો કે નહી ? સુરતીઓમાં આખો દિવસ મુંઝવણ - At This Time

રેઇનકોટ પહેરવો કે નહી ? સુરતીઓમાં આખો દિવસ મુંઝવણ


- શ્રાવણમાં
મેઘાના સરવરીયાઃ રેઇનકોટ કાઢીને પહેરો ત્યાં સુધીમાં વરસાદ બંધ- સિટીમાં
8 મી.મી વરસાદ
: શ્રાવણ મહિનાના સરવરીયા થઇ રહ્યા હોવાથી છુટોછવાયો વરસાદ વરસી
રહ્યો છે           સુરતસુરતીઓ
આજે આખો દિવસ મુંઝવણમાં રહ્યા હતા. ઘરેથી રેઇનકોટ પહેરીને નિકળવુ કે નહીં ? રસ્તામાં વરસાદ શરૃ થાય
અને રેઇનકોટ પહેરે પહેરે એટલે તો વરસાદ બંધ થઇ જાય અને ફરી પાછો તાપ પડવા લાગ્યો હતો.લોકવાયકા
છે કે ભાદરવો મહિનો ભરેલો એટલે કે આખો મહિનો દેમાર વરસાદ વરસે અને શ્રાવણ મહિનો
એટલે મેઘરાજાના સરવરીયા. મતલબ કે દેમાર વરસવાના બદલે છુટા છવાયા ઝાપટા પડયે રાખે
છે. આજે પણ દિવસના ૧૨ કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં કુલ વરસાદ ૭૨ મિ.મિ નોંધાયો
છે. ઉમરપાડા તાલુકામાં ૧ ઇંચ,
ચોર્યાસી, માંગરોળમાં અડધો, તેમજ અન્ય તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.

સુરત શહેરમાં
પણ આઠ મિ.મિ વરસાદી પાણી પડયુ હતુ. પણ સુરતીઓ આખો દિવસ મુંઝવણમાં રહ્યા હતા કે રેઇનકોટ
પહેરવો કે નહી ? વાતાવરણ એવું બની ગયું હતું કે ધોધમાર વરસાદ પડશે. ઘરેથી રેઇનકોટ લઇને લોકો
નીકળ્યા અને રસ્તામાં વરસાદ પડતા સાઇડમાં ઉભા રહીને રેઇને કોટ પુરો પહેરી લે તે પહેલા
તો વરસાદ બંધ થઇ જતો હતો અને તડકો પડવા લાગતો હતો.  પરંતુ થોડા આગળ ગયા બાદ ફરી પાછો વરસાદ શરૃ થઇ જતો
હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.