વિસાવદર કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ રૂપિયા ૫૮,૮૯, ૨૪૮/- ના ૧૨૧ કેસોનો નિકાલ
*વિસાવદર કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ રૂપિયા ૫૮,૮૯, ૨૪૮/- ના ૧૨૧ કેસોનો નિકાલ*
વિસાવદરતા.વિસાવદરમાં આજરોજ તા.૧૩/૦૮/૨૨ ના રોજ નાલ્સાની ગાઈડ લાઇન મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રી એસ.એસ.ત્રિવેદીસાહેબના માર્ગદર્શન હેઠળ અને અધિક જિલ્લા ન્યાયાધીશશ્રી જે.એલ. શ્રીમાળીસાહેબની ઉપસ્થિતીમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં પ્રિ લિટીગેસન સહિતના કુલ રૂપિયા ૫૮,૮૯,૨૪૮ના ૧૨૧ કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને ૧૨૧ કેસોનો ન્યાયીક નિકાલ કરવામાં આવેલ હતો.
આ લોક અદાલતમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ જેઠવા, સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ, નયનભાઇજોશી, અસ્વીનભાઈદુધરેજીયા,સમીરભાઈપટેલ,આર.જે.ધાંધલ,યુ.બી.દાહીમાં,કે.બી.જોશી,એચ.કે. સાવલિયા તથા એસ. બી.આઈ બેન્ક,યુનિયન બેન્ક,બેન્ક ઓફ બરોડા, તથાપી.જી.વી.સી.એલની બન્ને કચેરીના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલા અને પક્ષકારોને સમજાવટ કરી લોક અદાલતને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપેલ હતો.
વિસાવદર કોર્ટના સુપ્રરિટેન્ડન્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી પી.ડી.ભટ્ટ તથા કોર્ટ સ્ટાફે લોક અદાલતને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ હતી
આ પ્રસંગે સવારના ૧૦-૦૦ કલાકે દીપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવેલ હતીત્યારથી પક્ષકારોની મોટા પ્રમાણમાં હાજરી અને ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવો હતો.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.