રાજકોટ: ભિક્ષાવૃત્તીના બહાને સોસાયટીમાં ઘૂસી ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઇ - At This Time

રાજકોટ: ભિક્ષાવૃત્તીના બહાને સોસાયટીમાં ઘૂસી ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઇ


શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સોસાયટીમાં ઘુસી જઈ ભુક્ષાવૃતીના નામે ચોરી કરતી મહિલા ગંગેને પોલીસે પકડી પાડી છે. આ મહિલાઓ પોતાની સાથ નાના બાળકો રાખી ભિક્ષાવૃતિના નામે અલગ અલગ સોસાયટીમાં ઘુસી ચોરીને અંજામ આપતી હતી જેને એલસીબી ધ્રોલ ખાતે લતીપર રોડ પર આવેલ ડાયવર્ઝન વાડી ઝૂંપડપટ્ટી માંથી ચાર મહિલાને પકડી પાડી છે.
જેમાં આ મહિલાઓને ગઈકાલે પોલીસની ટીમ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશને લાવી હતી ત્યારે તેમાંની બે મહિલા આરોપી પોલીસની નજર ચૂકવી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગઈ હતી.જેમાં પોલીસે એક ને ધોલ નજીકથી પકડી પાડી હતી જ્યારે બીજી ની શોધખોળ હાથ કરી છે.
બના અંગેની મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં ભિક્ષાવૃત્તિ ના નામે સહી ના અલગ અલગ વિસ્તારોમાં ચોરી થતી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈ દ્વારા આપેલ સુચનાથી પીએસઆઇ એ.એલ.બારસીયા સ્ટાફ સાથે શહેરમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ગોહિલ અને હરપાલસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે ધ્રોલ ખાતે લતીપર રોડ ઉપર આવેલ ઝૂંપડપટ્ટીમાં પૂછું કૃતિના બહાને ચોરી કરતી મહિલા ગેંગ હોવાની મળતા પોલીસે દરોડો પાડી હેતલ ઉર્ફે કાજલ કાનાભાઇ માથાહુરીયા (દાતણીયા) રહે.
લીમડા ચોક પાસે રાજકોટ તથા મૂળ રહે. ધ્રોલ લતીપર રોડ ડાયવર્ઝન વાળી ઝુંપડપટ્ટી જી.જામનગર, જમનાબેન વલ્લભભાઇ માથાહુરીયા ઉ.વ.45 રહે. પ્રોલ લતીપર રોડ ડાયવર્ઝન પાસે ઝુપામાં જી.જામનગર,લખીબેન મુકેશભાઇ જખાણીયા (દાતણીયા) ઉ.વ.35 રહે. ધ્રોલ લતીપર રોડ ડાયવર્ઝન પાસે ઝુપણમાં જી.જામનગર અને ધનીબેન જીવણભાઇ અમરશી વાજેલીયા ઉ.વ.22 રહે, ધ્રોલ લતીપર રોડ ડાય પાસે ઝુપટ્ટામાં જી.જામનગરમે પકડી પાડી પૂછતાછ કરતા તેઓ એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.
આ મહિલાઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કે અલગ અલગ ગામોમાં પોતાની સાથે નાની ઉંમરના બાળકો રાખી સોસાયટીમાં જઈ ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ચોરીને અંજામ આપતી હતી.ઉલેખનીય છે કે આ ચારેય મહિલા આરોપીઓને ગઈકાલે પોલીસ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં લાવી હતી ત્યારે તેમાંની હેતલ અને ધની બંને કોન્સ્ટેબલની નજર ચૂકી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ હતી જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હેતલને ધ્રોલ નજીકથી પકડી પાડી હતી. જ્યારે અન્ય એક મહિલાની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.