લાલપુર તાલુકાના નવાગામની સીમમાં રેઢા પડેલા એક ટ્રકમાંથી 648 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો
- દારૂના ધંધાર્થી ટ્રક ચાલક ભાગી છૂટયો હોવાથી વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેની શોધખોળજામનગર,તા.13 ઓગષ્ટ 2022,શનિવારજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામની સીમ વિસ્તારમાં નદીના વોકળામાં રેઢા પડેલા એક ટ્રકમાંથી એલસીબીની ટીમે ૬૪૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો અને ટ્રક સહિત રૂપિયા સાડા સાત લાખની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે ટ્રકના રજીસ્ટ્રેશન નંબરના આધારે દારૂનો જથ્થો રેઢો મૂકી જનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો ભરીને લાલપુર પંથકમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન લાલપુર તાલુકાના નવાગામ ની સીમ વિસ્તારમાં એક નદીના વોકળામાં રેઢો પડેલો એક ટ્રક નજરે પડ્યો હતો. જે ટ્રક ની અંદર નિરીક્ષણ કરતાં ૬૪૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો. આથી એલસીબી ની ટીમે રૂપિયા ૨,૫૯,૦૦૦ ની કિંમતનો ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો અને રૂપિયા પાંચ લાખની કિંમતનો જી.જે. ૧૨ યુ. ૭૪૬૦ નંબરનો ટ્રક કબજે કરી લીધો હતો, અને પોલીસ મથકમાં જમા કરાવી દીધો છે, જ્યારે અજાણ્યા ટ્રક ચાલક સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે, અને ટ્રકના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેના ચાલક અથવા તો દારૂનો જથ્થો મૂકી જનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.