તિરંગા રેલી માટે ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ જવાન પર હુમલો
અમદાવાદ,તા.13 ઓગષ્ટ 2022,શનિવારસરખેજ અંબર ટાવર પાસે શુક્રવારે સવારે રીક્ષા ચાલકે પોલીસ જવાન પર હુમલો કરી મોં પર ગંભીર ઇજા કરી હતી. તિરંગા રેલી દરમિયાન ટ્રાફિક જામ ના થાય તે માટે ફરજ પર હાજર જવાને રીક્ષા રોકતા આરોપીએ હુમલો કર્યો હતો. બનાવ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન હિતેશભાઈ બાબરીયા મોબાઈલ વણમાં અન્ય પોલીસ જવાનો સાથે ફરજ પર હતા. સવારે તિરંગા યાત્રા નીકળવાની હોઈ ઓલિસ સ્ટાફ ટ્રાફિક પોલીસ સાથે મદદમાં ટ્રાફિક નિયમનમાં હતો. અંબર ટાવરથી સરખેજ પોલીસ નિયમનમાં હતી દરમિયાન એક રીક્ષા ચાલકને હિતેશભાઈ રોડની સાઈડમાં ચલાવવા ઈશારો કર્યો હતો. દરમિયાન આ ચાલક તેની રીક્ષા લઈ હિતેશભાઈ તરફ આવ્યો અને રીક્ષા રોડ વચ્ચે ઉભી કરી હતી. ફરિયાદીએ રીક્ષા આગળ લેવાનું કહેતા આરોપીએ હિતેશભાઈનો મોં પકડી ધક્કો મારતા આરોપીના નખ મોં પર વાગ્યા અને લોહી નીકળવા લાગ્યું હતું. આરોપીએ પોલીસની બહુ હેરાનગતી તેમ કહી ફેંટ પકડી હિતેશભાઈની નેમ પ્લેટ, શર્ટનું બટન તોડી નાખ્યું હતું. પોલીસે હુમલો કરનાર ફુરકાન ફઝલુ શેખને ઝડપી લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.