15 લાખ ઉચાપતના કિસ્સામાં ગામેઠા દૂધ મંડળીના માજી મંત્રીની આગોતરા અદાલતે ફગાવી
વડોદરા,તા.13 ઓગષ્ટ 2022,શનિવારધી ગામેઠા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 15 લાખથી વધુની ઉચાપત કરનાર માજી મંત્રી માનસંગભાઈ પઢીયાર ( રહે-ગામેઠા,પાદરા )ની આગોતરા જામીન અરજી અદાલતેના મંજૂર કરવાનો હુકમ કર્યો છે. ફરિયાદ અંગેની વિગત એવી છે કે, અરજદાર આરોપી ધી ગામેઠા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના માજી મંત્રી હતા. વર્ષ 2019 થી વર્ષ 2021 દરમિયાન કોઈપણ જાતના પુરાવા વગર મંડળીના બેન્ક ખાતામાંથી 11.3 લાખની કાયમી ઉચાપત અને 4.43 લાખની હંગામી ઉંચાપત અંગેનો ગુનો વડુ પોલીસ મથકે રજીસ્ટર થયો છે. જેમાં આરોપીએ વેચાણ અંગેના બિલ, વેચાણ પત્રક, કમિટીની મંજૂરી વગર મંડળીની સિલક ઘટાડી રોકડ રકમ વાપરી નાણાંની ઊંચાપત પોતાના અંગત કામ માટે કરી છે. પોલીસની ધરપકડથી બચવા આરોપીએ અત્રેની સેશન્સ અદાલતમાં પોતાની આગોતરા જામીન અરજી કરી હતી. જેની સુનાવણી હાથ ધરાતા અરજદાર તરફે ધારાશાસ્ત્રી સી એન વાઘેલા અને સરકાર તરફે એડિશનલ પીપી રામસિંહ ચૌહાણએ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને લેખિત મૌખિક પુરાવાની ચકાસણી બાદ ન્યાયાધીશ માધુરી ધ્રુવકુમાર પાંડેયએ નોંધ્યું હતું કે, અરજદાર આરોપી છેલ્લા 35 વર્ષથી મંડળીમાં કાર્યરત હતા. નિવૃત્ત થયેલા તેમજ મૃત્યુ પામેલા કર્મચારીના પીએફ અને ગ્રેજ્યુએટીના નાળા ચુકવણ ના પડે તે માટે ખોટી સહીથી રેકોર્ડ બનાવી રોજમેળમાં તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હોવાનું અને ખોટા હિસાબો લખી ખોટું રેકોર્ડ બનાવી ઉચાપત અંગેના નાણા રિકવર કરવાના બાકી છે. તપાસ અધિકારીના પુરાવા જોતા આરોપીની પ્રથમ દર્શનીય ગુનામાં સંડોવણી જણાય આવે છે. પોલીસ તપાસ માટે આરોપીની પ્રત્યક્ષપણાની હાજરી ખૂબ જ જરૂરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.