ડભોઇ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રભાત ફેરી તેમજ ભવ્ય ત્રિરંગા યાત્રા નું યોજાઈ. - At This Time

ડભોઇ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રભાત ફેરી તેમજ ભવ્ય ત્રિરંગા યાત્રા નું યોજાઈ.


સમગ્ર ભારત ભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ૧૩૫ કરોડ ભારતીયોના મન - હૃદય અને આંખમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો અને રાષ્ટ્રપ્રેમ વહેતો હોય તેવી સમગ્ર વિશ્વને અનુભૂતિ થઈ રહી છે . ત્યારે આપણે આ અમૃત મહોત્સવના સાક્ષી બની શક્યા તે આપણા માટે ખૂબ જ ગર્વ ની વાત છે . દેશ ની આઝાદી ને 75 વર્ષ પુર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્રમોદી ના માર્ગદર્શન હેઠળ દેશ ભર માં હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા પંચાયત ના ઉપક્રમે ડભોઇ ખાતે હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત પ્રભાત ફેરી તેમજ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ની આગેવાની માં પ્રભાત ફેરી તેમજ ત્રિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે વહેલી સવારે ડભોઇ ખેતીવાડી બજાર થી નીકળી ડભોઈ ના રાજમાર્ગો પર ફરી ટાવર ચોક ખાતે ગાંધીજી નીં પ્રતિમા ને ફુલહાર કરી સમાપન કરવામાં આવી હતી . આ પ્રસંગે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા , જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ વકીલ , પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ , પાલિકા પ્રમુખ કાજલબેન , સહિત 17 જેટલી શાળા ના વિદ્યાર્થીઓ , નગરજનો , તેમજ ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો તેમજ કાર્યકરો આ પ્રભાત ફેરી તિરંગા રેલી માં જોડાયા હતા . આગામી 13 થી 15 હર ઘર તિરંગા માટે ડભોઇ નગરજનો ને ધારાસભ્ય શૈલેષ મહેતા એ આહવાન કર્યું હતું .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.