સાયલા તાલુકાના સુદામડા ગામમાં બાળકોની વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી.
સાયલા તાલુકાના સૌથી મોટું ગામ એવું સુદામડામાં ગામના સરપંચ શ્રી ખવડ ભાભલુભાઈ દ્રારા તિરંગા રેલીનું આયોજન કરેલ.તિરંગા રેલીની શુભારંભ ગામના સરપંચ શ્રી ના હસ્તક બપોરના બે કલાકે સુદામડા ગ્રામ પંચાયત થી કરેલ આ તિરંગા યાત્રામાં સુદામડા ની મેન બજાર, સુદામડા ,બસ સ્ટેન્ડ, પાળીયાદ રોડ , બેન્ક ઓફ બરોડા, કાંતિપુરા વિસ્તાર, કુંભારવાવાળી શેરી, નદીકાંઠો વિસ્તાર માંથી નીકળેલ અને સાંજના પાંચ કલાકે ગ્રામ પંચાયતના વિશાલ પટાંગણમાં બાળકો પધારેલ ત્યારે વંદે માતરમ ગીત, રાષ્ટ્રગીત ગાઈ ને બાળકોએ અભિનય કરેલ ત્યારબાદ સરપંચ શ્રી દ્વારા ગામના આગેવાનો અને તમામ શાળાઓના આચાર્યને તિરંગા યાત્રા તેમજ ઘર ઘર તિરંગો ફરકાવા વિશે માહિતી આપેલ અને તમામ બાળકો તેમજ આગેવાનોને તેમના ઘેરે તિરંગો લહેરાવે તેવી આગ્રહ ભરી વિનંતી કરેલ આ ઉપરાંત દરેક બાળકોને ગ્રામ પંચાયત તરફથી તિરંગા આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સુદામડા ગામમાં આવેલી તમામ શાળાઓના શિક્ષકો તેમજ ઉપાસના વિદ્યાલય ના સમગ્ર સ્ટાફ સાથ અને સહયોગ આપી 1000થી પણ વધુ બાળકો સાથે રેલી નું સફળતાપૂર્વક આયોજન કરેલ તેનું પણ સરપંચ શ્રી દ્વારા આભાર વિધિ કરેલ
તિરંગા રેલીમાં ગામના આગેવાનો અને સુદામડાની નામાંકિક શાળાઓમાં શ્રી ઉપાસના વિદ્યાલય, શ્રીમતી ડીપી શાહ હાઇસ્કુલ ,કુમાર શાળા ,કન્યાશાળા ,કાંતિપરા પ્રાથમિક શાળા તેમજ ગામમાં આવેલી ખાનગી શાળાઓ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં સરપંચ શ્રી ખવડ ભાભલુભાઈ તેમજ ગામના આગેવાનો વડીલો તેમજ આચાર્યો શ્રી રમેશભાઈ ઝાપડિયા તમામ શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા .
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.