મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કરી દીધો, હાઇકોર્ટે બાળકની કસ્ટડી પિતાને આપી - At This Time

મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કરી દીધો, હાઇકોર્ટે બાળકની કસ્ટડી પિતાને આપી


અમદાવાદ,તા.12 ઓગષ્ટ 2022,શુક્રવારમુસ્લિમ પત્ની અને બાળકને લઇ સાસરિયાઓ જતાં રહેતાં હિન્દુ પતિએ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી કરી પત્ની અને બાળકની કસ્ટડી અપાવવા દાદ માંગી હતી. જો કે, પત્નીએ હાઇકોર્ટ સમક્ષ હાજર થઇ પતિ સાથે જવાનો ઇન્કાર કરી દીધો હતો. પરંતુ બાળકની કસ્ટડી તેેના હિન્દુ પિતાને સોંપવાનો હાઇકોર્ટે હુકમ કર્યો હતો. પિતાની સ્થિતિ સારી હોઇ અને બાળક તેમની સાથે સહજ હોઇ તેમને કસ્ટડી આપવી યોગ્યઅલબત્ત, હાઇકોર્ટે મુસ્લિમ માતાને તેના બાળકને મળવા માટેના હક આપ્યા હતા. હાઈકોર્ટ મુસ્લિમ માતાને એ પણ સ્વતંત્રતા આપી હતી કે, તેણે સંબંધિત કોર્ટ સમક્ષ અરજી કરીને બાળકની કસ્ટડીનો દાવો કરી શકે છે. ત્યાં સુધી માતા દર મહિનાના પહેલા શનિવારે રાજકોટ જિલ્લા લીગલ સવસ ઓથોરિટીમાં જઈ બાળકને ચારથી છ કલાક સુધી મળી શકે છે. બીજી તરફ, પત્ની તેના પતિ સાથે જવા માંગતી નહી હોવાથી, હાઈકોર્ટે પત્નીને પરત મેળવવાની પતિની માગને નકારી દીધી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, અરજદારની પત્ની પુખ્તવયની છે અને તે પોતાની રીતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. હાઇકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, બાળક પિતા સાથે વધુ સહજ જણાય છે. પિતા આથક રીતે સદ્ધર છે, તેમની આવક સારી છે. જેથી, તે બાળકને સારુ શિક્ષણ આપવા માટે સક્ષમ છે. બીજી તરફ, માતાની કોઈ આવક નથી. આ તમામ સંજોગોને ધ્યાને લેતા બાળકને પિતાને સોંપવામાં આવે છે. અરજદાર હિન્દુ પતિ દ્વારા કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, પાંચ વર્ષ પહેલા અરજદારના તેની મુસ્લિમ પત્ની લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમ્યાન તેમને સાડા ત્રણ વર્ષનુ બાળક છે. લગ્નના પાંચ વર્ષ બાદ, પત્નીના ભાઈ દ્વારા તેમને ધાકધમકીઓ અપાતી હતી. થોડા સમય પહેલા, પત્નીના પરિવારજનોએ અરજદારની પત્ની અને તેના સાડા ત્રણ વર્ષના બાળકને તેના સાસરિયાઓએ લઇ ગયા છે અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા છે. તેથી અરજદારને તેમની પત્ની અને બાળકની કસ્ટડી આપવા હાઇકોર્ટે યોગ્ય હુકમ કરવો જોઇએ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.