વડોદરા: બોગસ શેર સર્ટિફિકેટ બનાવી પ્લોટ પચાવી પાડવાનો પ્રયાસ
વડોદરા,તા.12 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ધર્મરાજ નગરમાં સોસાયટી સભાસદની માલિકીનો પ્લોટ ( બ્લોક ) પચાવી પાડવાના ઇરાદે ખોટા શેર સર્ટિફિકેટ બનાવી, સોસાયટી પ્રમુખની ડુપ્લીકેટ સહી કરી, સીટી સર્વેની કચેરીમાં હક માટેનો દાવો રજૂ કરનાર શખ્સ સામે સભાસદે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સ્વીટુ ત્રિપ્લેક્સમાં રહેતા કીર્તેશભાઈ પટેલ વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેની શ્રી સિંધી કો.ઓ.હા.સો.લિ.( ધર્મરાજ નગર) માં સભાસદ તરીકે સંકળાયેલા છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, સોસાયટી એ વર્ષ 1997 દરમિયાન એ/1/26 નંબરનો પ્લોટ મને ફાળવતા હું તેનો માલિક બન્યો હતો. તાજેતરમાં મારી માલિકી વાળો પ્લોટ ( બ્લોક ) હીરાભાઈ મેરાભાઇ ભરવાડ ( રહે - જગદંબા સોસાયટી, માંજલપુર ) એ પચાવી પાડવાના ઇરાદે ખોટું શેર સર્ટિફિકેટ બનાવી તેમાં સોસાયટી નો ડુબલીકેટ સ્ટેમ્પ લગાવી તેની ટુ કોપી અસલ જાહેર કરી સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરી અકોટા ખાતે રજૂ કરી માલિકી સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. આમ, હીરાભાઈ ભરવાડે ડુબલીકેટ શેર સર્ટિફિકેટ બનાવી, સોસાયટી પ્રમુખની ડુબલીકેટ સહી કરી, સોસાયટીનો તારીખ વગરનો બોગતસ સ્ટેમ્પ લગાવી, ખોટો એલોટમેન્ટ લેટર ઊભો કરી બ્લોક પચાવી પાડવાનો પ્રયાસ કરી છેતરપિંડી આચરી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડી ,વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.