જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સિક્કા પાટીયા પાસે એલન્ટો હોટલમાં મોડી સાંજે ભીષણ આગની ઘટનાથી ભારે દોડધામ - At This Time

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સિક્કા પાટીયા પાસે એલન્ટો હોટલમાં મોડી સાંજે ભીષણ આગની ઘટનાથી ભારે દોડધામ


- હોટલમાં રોકાયેલા ૪૦ થી વધુ લોકો સમયસર બહાર નીકળી જતાં જાનહાની ટળી: ત્રણ કલાકની જહેમત પછી આગ કાબુમાં આવીજામનગર તા.12 ઓગષ્ટ 2022,શુક્રવાર જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે આવેલી એલન્ટો હોટલ માં મોડી સાંજે આગ લાગ્યા ની ઘટના બન્યા પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ભારે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો, અને જામનગર- સિક્કા- મોટી ખાવડી સહિતના વિસ્તારમાંથી ફાયર ફાઈટર ને દોડતા કરાવ્યા હતા, જ્યારે ૧૦૮ ની અને કકેમ્બ્યુલન્સ ને તૈનાતમાં રાખવામાં આવી હતી. ત્રણ કલાકની ભારે જહેમત પછી આગ કાબુમાં આવી ગઈ હતી. ઉપરાંત હોટલમાં રોકાયેલા લોકો સમયસર બહાર નીકળી ગયા હોવાથી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. જામનગર નજીક સિક્કા પાટીયા પાસે આવેલી એલન્ટો હોટલમાં મોડી સાંજે ૭.૪૫ વાગ્યાના અરસામાં હોટલના પાર્કિંગના એરિયામાં ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થયા પછી આગ લાગી હતી, અને થોડી વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ કરણને હોટલના પાંચેય માળ સળગવા લાગ્યા હતા, અને દૂર સુધી આગના લબકારા દેખાતા હતા. તેથી ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતાં સૌપ્રથમ સિક્કા ડીસીસી કંપનીનું ફાયર ફાઈટર, તેમજ આસપાસની કંપનીઓમાંથી ફાયર ફાઈટર દોડ્યા હતા, જ્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડીઓ પણ દોડતી થઈ હતી, અને સતત ત્રણ કલાકની જહેમત પછી આખરે આગને કાબુમાં લઈ લીધી હતી, પરંતુ આગ ના કારણે હોટલનો મોટો હીસ્સો બળીને ખાખ થયો હતો, ઉપરાંત પાર્કિંગમાં રહેલી ત્રણ કાર અને બે થી ત્રણ સ્કૂટર સહિતના વાહનો પર ભસ્મીભુત થયા હતા. આગ જનીની ઘટના સમયે અનેક લોકો અંદર ફસાયા હોવાની જાણકારી મળતા તંત્ર દોડતું થયું હતું, અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત તમામ સરકારી એજન્સીઓ દોડતી થઈ હતી, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ૧૦૮ ની ટીમો પણ તૈયાર રાખવામાં આવી હતી, પરંતુ આગમાં જાનહાનિ નો હજી સુધી કોઈ આંકડો મળ્યો નથી, માત્ર ત્રણ વ્યક્તિઓને ધુમાડાથી ગુંગળાઈ જવાના કારણે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી ૧૦૪૫ વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હતી, અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જોકે હોટલના પ્રત્યેક રૂમમાં ફાયર વિભાગની ટીમ દ્વારા બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જામનગરની જી.જી હોસ્પિટલની ટુકડી પણ તૈયાર રખાઈ હતી, જોકે પાછળથી વધારાના તબીબી સ્ટાફને મુક્ત કરાયો હતો.આગજની ઘટના સમયે હોટલમાંથી 27 નાગરિકોને સલામત બચાવી લેવાયાની કલેકટર- એસપીની જાહેરાત: ત્રણ દાખલજામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં સિક્કા પાટીયા પાસે આવેલી એક હોટલમાં ગઈકાલે આગજનીની ઘટના બની હતી, દરમિયાન જામનગર અને જિલ્લામાંથી અલગ અલગ ફાયર ફાઈટરોની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને હોટલમાં રોકાયેલા કુલ ૨૭ નાગરિકોને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાની જામનગરના જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત હોટલમાં રોકાયેલા ત્રણ નાગરિક અતુલ શર્મા, યોગેશ સત્યનારાયણ વગેરેને આગના ધુમાડાના કારણે ગુંગળામણ થતાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેઓને સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ના હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.