તહેવારો ઉપર પણ રાજકોટ વીજ તંત્રે દરોડા ચાલુ રાખતા લોકોમાં પ્રચંડ રોષ : બાદમાં ટીમો પાછી ખેંચાઇ - At This Time

તહેવારો ઉપર પણ રાજકોટ વીજ તંત્રે દરોડા ચાલુ રાખતા લોકોમાં પ્રચંડ રોષ : બાદમાં ટીમો પાછી ખેંચાઇ


રાજકોટ તા. ૧૨ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં રોજેરોજ વીજ ચોરી માટે પીજીવીસીએલનું તંત્ર દરોડા પાડી રહ્યું છે, દરોડા પાડવા જોઇએ... લોકો બેફામ વીજચોરી કરે છે તે પણ હકિકત છે, પરંતુ હિન્‍દુઓના પવિત્ર તહેવારો ઉપર જ વીજ તંત્રે દરોડાચાલુ રાખતા રાજકોટની પ્રજામાં પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો છે, ચૂંટણી માથે આવી રહી છે, ત્‍યારે તહેવારો ઉપર જ લોકોને હેરાન કરવા નીકળી પડતી ટીમો અંગે રાજકોટના અમુક પ્રતિષ્‍ઠીત લોકોએ ભાજપના અમુક આગેવાનોનું ધ્‍યાન દોરતા આ આગેવાનો ચોંકી ઉઠયા હતા, અને આજે રાજકોટ આવેલા મુખ્‍યમંત્રીનું ધ્‍યાન દોરતા ખળભળાટ મચી ગયો છે.
ગઇકાલે રક્ષાબંધનની રજા હતી અને ચુસ્‍ત વૈષ્‍ણવો આજે રક્ષાબંધન દિવસ ઉજવી રહ્યા છે, શહેરની વિખ્‍યાત તમામ હવેલીઓમાં લાલાને આજે રક્ષાબંધન તરીકે રક્ષા અપાઇ હતી. આ પછી વીજ તંત્રના કાબીલ ઇજનેર અને જીબીઆના સેક્રેટરી જનરલ શ્રી બી.એમ.શાહે એમ.ડી. અને ચીફ ઇજનેરોનું ધ્‍યાન દોરતા તુર્ત જ નિર્ણય લઇ આજે વીજ ચેકીંગ બંધ કરાયું છે
આજે પણ રક્ષાબંધનનો વૈષ્‍ણવો તહેવાર ઉજવી રહ્યા છે, તે સાથે મુખ્‍યમંત્રી - ગૃહમંત્રી - સી.આર.પાટીલ તમામ ધુરંધરો રાજકોટમાં છે, ત્‍યાં એમ.ડી. શ્રી બરનવાલની સૂચનાથી રાજકોટમાં ફરી દરોડા પડયા છે, લોકો ફરવા જવાનું ટાળી રહ્યા છે, સવાર પડે ને ટીમો ગમે ત્‍યાં ધસી આવે છે, મહેમાનો ઘરમાં હોયને વીજ ટીમો ત્રાટકતી હોય લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે.
આજે પણ રાજકોટ સીટી-૧માં ૪ સબ ડિવીઝનના પ્રહલાદ પ્‍લોટ, આજી-૧, કોઠારીયા રોડ, આજી-૨ ના સંખ્‍યાબંધ વિસ્‍તારોમાં ૩૨ ટીમો ત્રાટકી છે. ધર્મેન્‍દ્ર રોડ, કોમર્શિયલ વિસ્‍તાર, રઘુવીરપરા, પરાબજાર મેઇન રોડ ઉપર તહેવારો ઉપર જ દુકાનો - શો-રૂમમાં વીજ ટીમો ચેકીંગ અર્થે દોડી જતા ભારે દેકારો મચી ગયો હતો, પરંતુ બાદમાં તમામ સ્‍થળેથી ટીમો પાછી ખેંચાઇ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.