સિપાહીએ હાથમાં ભોજનની થાળી, આંખમાં આંસુ સાથે વ્યક્ત કરી વ્યથા, કહ્યું- 12 કલાકની નોકરી પછી…
- મનોજ કુમારે કહ્યું કે, તમે લોકો સતત સિપાહીઓની આત્મહત્યાના સમાચાર સાંભળતા હોવ છો, સિપાહીઓને દબાવવામાં આવે છે અને તેઓ મરી જાય છે પરંતુ કોઈ સાંભળતું જ નથીફિરોઝાબાદ, તા. 11 ઓગષ્ટ 2022, ગુરૂવારઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ ખાતે એક પોલીસ કર્મચારીએ ભોજનની થાળી હાથમાં લઈને પોલીસ હેડક્વાર્ટર સામે જોરદાર હોબાળો કર્યો હતો. પોલીસ કર્મચારીના કહેવા પ્રમાણે 12-12 કલાકની નોકરી કર્યા બાદ પણ સરખું ભોજન નથી મળી રહ્યું. જ્યારે ભરપેટ ભોજન નહીં મળે તો ડ્યુટી કઈ રીતે થશે?ભોજનની થાળી હાથમાં લઈને ફરિયાદ કરી રહેલા મનોજ કુમાર નામના સિપાહીએ રોતા અવાજે કહ્યું હતું કે, આ થાળીમાં જે રોટલી છે તે કેપ્ટન સાહેબ ખાઈને બતાવે. સિપાહીઓને 12-12 કલાકની નોકરી બાદ પણ સરખું ભોજન નથી મળી રહ્યું અને તે સવારથી ભૂખ્યો છે. જ્યારે ભરપેટ ભોજન નહીં મળે તો ડ્યુટી કઈ રીતે થશે? શું તમારા દીકરા-દીકરી આવી રોટલી ખાશે?આંખમાં આંસુ સાથે ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરી રહેલા સિપાહીએ કહ્યું હતું કે, આ રોટલી કૂતરાને નાખી જુઓ, શું તમારા દીકરા-દીકરી આવી રોટલી ખાશે? હું સવારથી ભૂખ્યો છું અને અમારી વાત સાંભળવાવાળું પણ કોઈ નથી. આ ઉપરાંત સિપાહીએ ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરવા પર બરતરફ કરી દેવાની ધમકી આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, 'આરઆઈ કહે છે કે ફરિયાદ લઈને જનતા વચ્ચે જશો તો તમને બરતરફ કરીશું. એડીજી સાહેબને ફોન કર્યો પણ કોઈએ ફોન રીસિવ જ ન કર્યો.'સિપાહીઓની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવ્યોમનોજ કુમારે કહ્યું કે, તમે લોકો સતત સિપાહીઓની આત્મહત્યાના સમાચાર સાંભળતા હોવ છો. સિપાહીઓને દબાવવામાં આવે છે અને તેઓ મરી જાય છે પરંતુ કોઈ સાંભળતું જ નથી. જ્યારે ત્યાં ઉભેલા અન્ય સિપાહીએ તેમને વરિષ્ઠ અધિકારી પાસે જઈને ફરિયાદ કરવા કહ્યું ત્યારે તેમણે પોતે ત્યાં જ ઉભા રહીને પોતાની ફરિયાદ કરશે અને અધિકારીને ત્યાં લાવવામાં આવે તેવી જિદ્દ પકડી હતી. મનોજ કુમાર અલીગઢના રહેવાસી છે અને પોલીસ હેડક્વાર્ટરના સમન સેલમાં તૈનાત છે.BSFના તેજ બહાદૂર યાદવની યાદ અપાવીફિરોઝાબાદના સિપાહીનો વાયરલ વીડિયો 2017માં બનેલી એક ઘટનાની યાદ અપાવે છે જેમાં બીએસએફના એક જવાને પણ મેસના ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા. તે જવાનને સેનામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બાદમાં તે જનનાયક જનતા પાર્ટીનો સદસ્ય બન્યા હતા અને પ્રદેશના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સામે કરનાલ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં તેમણે વારાણસી બેઠક પરથી વડાપ્રધાન મોદી સામે અપક્ષ ઉમેદવાર તરીકે નોંધણી કરાવી હતી. નામાંકનના અંતિમ દિવસે સમાજવાદી પાર્ટીએ તેમને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે ડોક્યુમેન્ટ્સ પૂરા ન હોવાના કારણે તેઓ ચૂંટણી નહોતા લડી શક્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.