અમિત શાહે 2 દિવસ પહેલા જ નીતીશ કુમાર સાથે વાત કરી હતી, એમણે કદી ફરિયાદ ન કરીઃ સુશીલ મોદી - At This Time

અમિત શાહે 2 દિવસ પહેલા જ નીતીશ કુમાર સાથે વાત કરી હતી, એમણે કદી ફરિયાદ ન કરીઃ સુશીલ મોદી


- '2020માં નીતીશને નરેન્દ્ર મોદીના નામ પર મત મળ્યા હતા, નીતીશ કુમારના નામ પર નહીં'નવી દિલ્હી, તા. 11 ઓગષ્ટ 2022, ગુરૂવારભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીએ બિહારમાં એનડીએ ગઠબંધનમાં જે ભંગાણ થયું તે અંગે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે, અમિત શાહે 2 દિવસ પહેલા જ નીતીશ કુમારને ફોન કર્યો હતો. ફોનમાં નીતીશ કુમારે કહ્યું હતું કે, ચિંતાની કોઈ વાત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 1.5 વર્ષો દરમિયાન અનેક વખત નીતીશ કુમાર સાથે વાત કરી છે પરંતુ તેમણે કદી ફરિયાદ નથી કરી. સુશીલ મોદીએ અગાઉ એવો દાવો કર્યો હતો કે, જેડીયુના કોઈ નેતા ભાજપ પાસે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તમે નીતીશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવી દો અને તમે બિહારમાં શાસન કરો. પરંતુ ભાજપે તેમ ન કર્યું કારણ કે, ભાજપ પાસે પોતાના ઉમેદવારો છે. આ કારણે જ નીતીશ કુમારે ભાજપ સાથે દગો કર્યો છે. વધુમાં જણાવ્યું કે, ભાજપે નીતીશને 5 વખત મુખ્યમંત્રી બનાવ્યા, નીતીશ અને ભાજપનો સાથ 17 વર્ષનો હતો પરંતુ નીતીશ કુમારે તે તોડી નાખ્યો. 2020માં નીતીશને નરેન્દ્ર મોદીના નામ પર મત મળ્યા હતા, નીતીશ કુમારના નામ પર નહીં. તેજસ્વી યાદવ જામીન પર બહાર છે. નીતીશનું આ પગલું 30 ટકા અતિ પછાત એવા વર્ગનું અપમાન છે. નીતીશ કુમાર કોઈ પણ સમયે તેજસ્વી યાદવનો પણ વિશ્વાસઘાત કરી શકે છે. તેજસ્વી યાદવ ચાર્જશીટેડ છે. આ પણ વાંચો : લલન કુમારે કહ્યું- BJPએ તેજસ્વીને 4 દિવસ રોકાઈ જવા કહ્યું હતું, આરસીપી સિંહને પણ લીધા સાણસામાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.