ઉકાઈમાંથી સતત છોડાતા પાણીને કારણે મકાઈ પુલ અને હનુમાન ટેકરીના ફ્લડ ગેટ બંધ
- ઉકાઈમાંથી બે લાખ 26 હજાર ક્યુસેક આઉટફલો હાલ થઈ રહ્યું છે- તાપી કિનારે વસેલા રેવા નગરમાં પાણી આવતા 60 લોકોનું પાલિકાની સ્કૂલમાં સ્થળાંતરસુરત,તા.11 ઓગસ્ટ 2022,ગુરૂવારઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત છોડાતા પાણીને કારણે આજે બપોર સુધીમાં બે ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. અડાજણ ખાતે એક ઝૂંપડપટ્ટીમાં તાપીના પાણી આવી જતા 60 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં બનાવવામાં આવેલા ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઉકાઈ ડેમનું લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે બપોર સુધીમાં આઉટફલો 1,90,000 ક્યુસેકની ઉપર જતા રહેતા રાંદેર વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરીનો ફરગેટ બંધ થઈ ગયો છે. થોડા સમય પછી મકાઈ પુલનો ફ્લડ ગેટ બંધ થઈ ગયો હતો. તાપી નદીના અડાજણ ખાતે આવેલા રેવાનગરમાં તાપીના પાણી પ્રવેશી ગયા હતા. આ વસાહતમાં રહેતા 60 લોકોને નજીક આવેલી મહાદેવ નગર સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. જે વિસ્તારમાં ફરગેટ બંધ થયા છે તે વિસ્તારમાં ડી વોટરીંગ પંપ મૂકી દેવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.