રાજકોટ શહેરમાં આવતી કાલે રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં "તિરંગા યાત્રા" યોજાશે. - At This Time

રાજકોટ શહેરમાં આવતી કાલે રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં “તિરંગા યાત્રા” યોજાશે.


રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત આવતીકાલ તા.૧૨/૮/૨૦૨૨ના રોજ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સવારના ૮:૩૦ કલાકે બહુમાળી ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે બહુમાળી ભવન ચોક થી રાષ્ટ્રીય શાળા સુધી "તિરંગા યાત્રા" નો પ્રારંભ થશે. આ તિરંગા યાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના માન.ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રી, જુદી-જુદી કચેરીઓના અધિકારીઓ/કર્મચારીઓ તથા તમામ પાર્ટી હોદ્દેદારશ્રીઓ, કાર્યકરો, જુદા-જુદા સમાજના અગ્રણીઓ, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાના સભ્યશ્રીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ શહેરીજનો જોડશે. રાજકોટ શહેરના તમામ નગરજનો સ્વયંભુ તિરંગા યાત્રામાં જોડાય, સમગ્ર શહેરને રાષ્ટ્રભક્તિના રંગમાં રંગી દઈએ અને વિશ્વમાં દેશની આન-બાન-શાન વધારવા મેયરશ્રી સહિતના પદાધિકારીઓની નમ્ર અપીલ.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.