ગરીબોના વિકાસમાં અડચણરૂપ કાયદા તોડવા જોઇએ : ગડકરી - At This Time

ગરીબોના વિકાસમાં અડચણરૂપ કાયદા તોડવા જોઇએ : ગડકરી


- મંત્રીઓને કાયદાનો  ભંગ કરવાનો અધિકાર : કેન્દ્રીય મંત્રીનું નાગપુરમાં સંબોધન- સરકારી બાબુઓ ઇચ્છે તે મુજબ સરકાર નહીં ચાલે, અધિકારીઓએ માત્ર મંત્રીઓની 'હામાં હા' કરવાની હોય છેનાગપુર : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે જો કોઇ કાયદો ગરીબો માટેના ભલાઇ માટેના કામમાં અડચણરુપ બનતો હોય તો તેવા કાયદાને તોડવાનો મંત્રીઓને સરકારને અધિકાર છે. સરકારી અધિકારીઓ જેમ કહે તે મુજબ સરકાર ન ચાલે, ગાંધીજી પણ કહેતા હતા કે જો કાયદો ગરીબોના વિકાસનો રસ્તો રોકે તો તેવા કાયદાને તોડવો જોઇએ. નાગપુરમાં મહારાષ્ટ્ર યૂનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના એક કાર્યક્રમમાં બોલતી વખતે નિતિન ગડકરીએ કહ્યું હતું કે કોઇ પણ કાયદો ગરીબોના વિકાસમાં અડચણરુપ ન બનવો જોઇએ. સરકારને આવા કાયદાને તોડવાનો કે તેનો અમલ અટકાવવાનો અધિકાર છે. આવુ મહાત્મા ગાંધીજી પણ કહેતા હતા. નૌકરશાહ જે કહે તે મુજબ જ સરકાર નથી ચાલતી. અધિકારીઓએ માત્ર હામાં હા કરવી જોઇએ.  ગડકરીએ કહ્યું હતું કે હું હંમેશા સરકારી બાબુઓને કહુ છું કે સરકાર તમારી ઇચ્છા મુજબ જ કામ નહીં કરે. તમારે માત્ર હામા હા મેળવવાની છે. તમને મંત્રીઓ જે કહે તેનો અમલ કરવાનો રહેશે. સરકાર મંત્રીઓના હિસાબે કામ કરે છે. તમારે માત્ર હા સાહેબ કહેવાનું છે. હું જાણુ છું કે ગરીબોના વિકાસમાં કોઇ કાયદો અડચણ ઉભી નથી કરી રહ્યો. પણ તેમ છતા જો કોઇ કાયદો અડચણ ઉભી કરે તો તેને ૧૦ વખત તોડવાનો છે. એવુ મહાત્મા ગાંધીજી પણ કહેતા હતા. અને આવુ કરવામાં આપણે કોઇ સંકોચ ન કરવો જોઇએ. કાયદાની અડચણને કારણે ગઢચિરોલીમાં આદિવાસી માર્યા ગયા હતા : ગડકરીનિતિન ગડકરીએ અગાઉની એવી ઘટનાઓને યાદ કરી હતી કે જેમાં આદિવાસીઓ, ગરીબોના વિકાસમાં કાયદો અડચણ ઉભી કરી રહ્યો હતો. નિતિન ગડકરીએ કહ્યું હતું કે ૧૯૯૫માં મહારાષ્ટ્રના ગઢચિરોલી અને મેલઘાટમાં હજારો આદિવાસીઓ, બાળકો કુપોષણને કારણે મોતને ભેટી રહ્યા હતા.  કેમ કે જે વિસ્તારોમાં આદિવાસીઓ રહેતા હતા ત્યાં સુધી પહોંચવા માટે કોઇ સારા રોડ જ નહોતા. આ રોડ બનાવવામાં ફોરેસ્ટ કાયદા અડચણ ઉભી કરી રહ્યા હતા. જે કાયદાઓ આવી અડચણ ઉભી કરતા હોય તેને ૧૦ વખત તોડવામાં પણ સંકોચ ન રાખવો જોઇએ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.