રક્ષાબંધન પહેલા વતન પહોંચવા એસટી ડેપોમાં મુસાફરોની ભીડ - At This Time

રક્ષાબંધન પહેલા વતન પહોંચવા એસટી ડેપોમાં મુસાફરોની ભીડ


- વધારાની બસો દોડાવવા તંત્રનું આયોજન- નડિયાદ શહેરથી ડાકોર અને વડતાલ સહિતના વિવિધ સ્થળો માટે એકસ્ટ્રા બસો દોડાવાશેનડિયાદ : આવતી કાલે ગુરુવારે રક્ષાબંધનના તહેવાર પર એસટી બસોમાં મુસાફરોનો ભારે ઘસારો રહેવાની બાબતને ધ્યાનમાં લઇ નડિયાદ એસટી ડેપો દ્વારા ડાકોર, વડતાલ સહિત વિવિધ સ્થળો માટે વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.રક્ષાબંધન પર્વની પોતાના વતનમાં ઉજવણી કરવા જવા માટે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળે છે. ખાનગી વાહનો ઉપરાંત એસટી બસ સ્ટેશનમાં નોકરી ધંધાના સ્થળેથી પોતાના ગામડે જવા લોકો ઉમટી પડયા હતા.આવતી કાલે ગુરુવારે રક્ષાબંધન હોય આજે નડિયાદ શહેરના બસ સ્ટેશન મુસાફરોની ભીડ થી ઉભરાયેલા જોવા મળ્યા હતા. રક્ષાબંધન ઉપરાંત શ્રાવણી પૂનમે વડતાલ તેમજ ડાકોર રણછોડજી મંદિરમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જતા હોય છે. ત્યારે આ  બંને પર્વને ધ્યાનમાં લઇ રોજિંદા મુસાફરોની સુવિધા જળવાઈ રહે તે રીતે નડિયાદ એસટી ડેપો દ્વારા મુસાફરો માટે ડાકોર, વડતાલ, કપડવંજ, મોડાસા, દાહોદ, ગોધરા, ઝાલોદ વગેરેની વધારાની બસો દોડાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બસ સ્ટેશનમાં જે તે સ્થળે જવા મુસાફરોની આવશ્યકતા મુજબ વધારાની બસો દોડાવવા તેમજ મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હોવાનું નડિયાદના ડેપો મેનેજર રીનાબેન દરજીએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.