ગુજરાતમાં કોરોનાના નવા ૬૭૮કેસ,ચાર સંક્રમિત દર્દીનાં મોત
અમદાવાદ,બુધવાર,10
ઓગસ્ટ, 2022ગુજરાતમાં ફરી એક વખત કોરોના સંક્રમણ ચિંતાનો વિષય બની રહયો
છે.બુધવારે રાજયમાં કોરોનાના નવા ૬૭૮ કેસ નોંધાવાની સાથે ચાર સંક્રમિત દર્દીનાં
મોત થયા હતા.અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક-એક તેમજ ગાંધીનગર કોર્પોરેશન
વિસ્તાર અને ભરુચમાં એક-એક વ્યકિતનું કોરોનાથી મોત થવા પામ્યુ હતું. રાજયમાં
હાલમાં કોરોનાના કુલ ૫૩૨૧ એકિટવ કેસ છે.આ પૈકી ૧૨ દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર
હેઠળ છે.જયારે ૫૩૦૯ દર્દીની હાલત સ્થિર છે. અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના નવા ૧૮૯ કેસ નોંધાવા
ઉપરાંત શાહપુર વિસ્તારના ૭૪ વર્ષના પુરુષ કે જેઓ હાઈપર ટેન્શનની બિમારી ઉપરાંત
કોરોના સંક્રમિત થતા તેઓનું સારવાર સમયે મોત થયુ હતું.અમદાવાદ શહેરમાં બુધવારે કુલ
૭,૩૫૧ લોકોને
કોરોના વેકિસન આપવામાં આવી હતી.કુલ ૩૨૧ દર્દી સાજા થયા હતા.અમદાવાદ ગ્રામ્ય
વિસ્તારમાં કોરોનાના છ કેસ નોંધાવાની સાથે એક દર્દીનું મોત થયુ હતું. ગાંધીનગર
કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના ૨૮ કેસ અને એક દર્દીનું મોત નોંધાયા હતા.ભરુચમાં
કોરોનાના ૧૫ કેસ અને એક દર્દીનું મોત નોંધાયા હતા.વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં
કોરોનાના ૬૧ અને ગાંધીનગર ગ્રામ્યમાં ૪૧ કેસ નોંધાયા હતા.સુરત કોર્પોરેશન
વિસ્તારમાં ૩૫ અને વડોદરા ગ્રામ્યમાં ૩૩ કેસ નોંધાયા હતા.અમરેલીમાં ૨૬,રાજકોટ
કોર્પોરેશન વિસ્તારમાં ૨૬ તથા મોરબીમાં ૨૪ કેસ નોંધાયા હતા.રાજકોટ ગ્રામ્યમાં ૨૪,મહેસાણામાં ૨૩,સુરત ગ્રામ્યમાં
૨૨,કચ્છમાં ૧૭ કેસ
નોંધાયા હતા.સાબરકાંઠામાં ૧૭,
નવસારીમાં ૧૩, પંચમહાલમાં
૧૦,વલસાડમાં ૯,પોરબંદરમાં ૮ કેસ
નોંધાયા હતા.બનાસકાંઠા અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં અનુક્રમે સાત-સાત કેસ
નોંધાયા હતા.ભાવનગર કોર્પોરેશન વિસ્તાર અને ખેડામાં અનુક્રમે છ-છ કેસ નોંધાયા
હતા.આણંદમાં ચાર, અરવલ્લીમાં
ત્રણ, મહીસાગરમાં
ત્રણ,ભાવનગર
ગ્રામ્ય,ગિરસોમનાથ
અને પાટણમાં અનુક્રમે બે-બે કેસ,દાહોદ,જુનાગઢ
કોર્પોરેશન, સુરેન્દ્રનગર
અને તાપીમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો હતો.બાલાજી ગુ્પના બિલ્ડરનું ડેન્ગ્યૂથી નિધન
બાલાજી ગુ્પના બિલ્ડર આશીષ શાહનું ડેન્ગ્યૂની સારવાર
દરમિયાન બુધવારે અમદાવાદમાં નિધન થવા પામ્યુ હતું.મળતી માહિતી મુજબ,તેઓ મુંબઈ ખાતે
હતા એ સમયે તેમને ડેન્ગ્યૂ થયો હતો.દરમિયાન તેઓને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યા હતા.જયાં સારવાર સમયે તેમનું અવસાન થયુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.