પૂર્વ અમદાવાદમાં બુધવારે મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડયો, પાણી ભરાયા
અમદાવાદ,તા.10 ઓગષ્ટ 2022, બુધવારઅમદાવાદમાં બુધવારે સાંજે કાળાડિબાંગ વાદળો ઘેરાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. આખો દિવસ વરસાદે વિરામ લીધા બાદ મોડી સાંજે પૂર્વ અમદાવાદમાં ધીમી ઘારે વરસાદ શરૂ થયો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ તા.૧૧ અને ૧૨ ઓગષ્ટના રોજ અમદાવાદમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા બે દિવસ ભારે ઉકળાટ રહ્યા બાદ બુધવારે સાંજે વરસાદના આગમન સાથે ફરી પાછુ વાતાવરણ ઠંડું થયું હતું. બુધવારે સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા સુધીની વાત કરીએ તો વટવામાં ૭ મિ.મી.વરસાદ નોંધાયો હતો. જ્યારે ચકુડિયા, મણઇનગરમાં ૧ મિ.મી., ઓઢવ, વિરાટનગર, રામોલ, ઉસ્માનપુરા, દૂધેશ્વરમાં ૦.૫ મિ.મી.વરસાદ પડયો હતો. જ્યારે બાકીના વિસ્તારોમાં વરસાદ પડયો નહતો. બુધવારે અમદાવાદનું મહતમ તાપમાન ૩૨.૪ ડિગ્રી અને અને લઘુતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી નોંધાયું હતું. બુધવારે મોડી સાંજે વરસાદ શરૂ થતા પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે રક્ષાબંધનની ખરીદી માટે નીકળેલા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.