તને બહુ ચરબી ચઢી છે કહી પડોશીએ નિર્દોષ યુવક,પત્ની અને માતાને ઢોર માર માર્યો - At This Time

તને બહુ ચરબી ચઢી છે કહી પડોશીએ નિર્દોષ યુવક,પત્ની અને માતાને ઢોર માર માર્યો


અમદાવાદ,બુધવારચેડોળા તળાવ પાસે રહેતો યુવક ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગે પરિવાર સાથે ઘરે જતો હતો, આ સમયે પડોશમાં રહેતા શખ્સે કોઇ કારણ વગર તેને  રોક્યો હતો અને તને બહુ ચરબી ચઢી છે તેમ કહીને યુવકને માર માર્યા બાદ તેની પત્ની અને માતાને પણ માર્યા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.યુવકને રોકીને લાફો મારી નીચે પાડી માર્યા બાદ પરિવારજનોને માર મારી ધમકી આપી હવે પછી જોવા મળીશ તો મારી નાખીશ આ કેસની વિગત એવી છે કે ચંડાળા તળાવ પાસે નબાવનગર બસીર કિરાણા સ્ટોર્સ પાસે રહેતા મોહંમદરહિશ મોહંમદહુસેન મીરાસી (ઉ.વ.૨૨)એ નવાબનગરવીના ઢાળ પાસે રહેતા શાહરુખ ઉર્ફે હડ્ડા ઇસ્માઇલભાઇ મીરાસી સામે ફરિયાદ નાંેધાવી છે કે ફરિયાદી યુવક  પરિવાર સાથે ખાનપુર ખાતે તાજિયા તાઢા કરીને ઘરે પરત જતો હતો, આ સમયે આરોપીએ નવાબનગર ઢાળ પાસેથી પસાર થતો હતો જ્યાં ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગે આરોપીએ બુમ પાડીને યુવકને કહ્યું કે તને તને બહુ ચરબી ચઢી છે તેમ કહીને યુવકને લાફો મારીને નીચે પાડીને માર માર્યા હતા. આ સમયે તેને બચાવવા માટે માતા અને પત્ની વચ્ચે પડતાં તેઓને પણ માર માર્યો હતો બુમાબુમ થતાં લોકો એકઠા થતાં આરોપીએ જતા જતા ધમકી આપી હતી કે હવે પછી તું મને ક્યાંય જોવા મળીશ તો તેને જાનથી મારી નાંખીશ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.