ઉકાઇ ડેમમાંથી ચાર વખત પાણી છોડવાનું વધારી સાંજે 1.75 લાખ ક્યુસેક પાણી છોડાયું
- વરસાદનું પાણી આવે તે
પહેજા જ ડેમ ખાલી કરવાનું શરૃ કરાયું સપાટી રૃલલેવલ 335
ફૂટની નજીક 334.92 ફૂટે પહોંચી સુરતઉકાઇ
ડેમની સપાટી રૃલલેવલની એકદમ નજીક હોવાની સાથે આજે દિવસના ૧૨ કલાકમાં ૫૧ રેઇનગેજ સ્ટેશન
વિસ્તારમાં અધધધ ૮૪૪ મિ.મિ અને સરેરાશ પોણો ઇંચ વરસાદ ખાબકતા આવનાર હેવી ઇનફલોને ધ્યાનમાં
રાખીને ઉકાઇ ડેમના સત્તાધીશોએ ચાર વખત પાણી છોડવાનું વધારીને સાંજે છ વાગ્યે ૧.૫૦ લાખથી
વધારીને સાંજે સાત વાગ્યે ૧.૭૫ લાખ કયુસેક કરી દેતા હેઠવાસનું તંત્ર સાવધાન સ્થિતિમાં
આવી ગયુ હતુ. ઉકાઇ ડેમના
કેચમેન્ટમાં શરૃ થયેલો બીજો રાઉન્ડનો વરસાદ ધીરેધીરે જોર પકડી રહ્યો છે. વિતેલા ૨૪
કલાકમાં સામાન્ય વરસાદ ઝીંકાયા બાદ આજે દિવસના મેઘરાજા આક્રમક બન્યા હતા. અને સવારથી
જ ઉકાઇ ડેમના ઉપરવાસના ૫૧ રેઇનગેજ સ્ટેશનમાં સતત વરસાદ ઝીંકાવવાની શરૃઆત થઇ હતી. સવારે
છ વાગ્યાથી લઇને સાંજે છ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ટેસ્કા, નંદરબારમાં ૩.૫ ઇંચ,
ઉકાઇમાં ૩ ઇંચ, વેલદામાં ૨.૫ ઇંચ સહિત ૫૧ રેઇનગેજ
સ્ટેશનમાં કુલ ૮૪૪ મિ.મિ અને સરેરાશ પોણો ઇંચ વરસાદ ખાબકયો હતો.આ
વરસાદના કારણે ઉકાઇ ડેમનું તંત્ર એલર્ટ થઇ ગયુ હતુ. કેમકે હેવી વરસાદના કારણે હેવી
ઇનફલો આવનાર હોવાથી સત્તાધીશોએ સપાટી વધે તે પહેલા ડેમ ખાલી કરવાનું શરૃ કરી દીધુ
છે. આથી જ તો સવારે ૫૦ હજાર કયુસેક છોડયા બાદ જેમ જેમ પાણીની આવક વધતી ગઇ તેમ તેમ
પાણી છોડવાનું વધારતા ગયા હતા. બપોર સુધી ૫૦ હજાર કયુસેક ત્યારબાદ ૧ લાખ કયુસેક, સાંજે છ વાગ્યે ૧.૫૦
લાખ અને સાંજે સાત વાગ્યે ૧.૭૫ લાખ કયુસેક પાણી છોડીને સપાટી વધુને વધુ નીચી લઇ
જવાનો પ્રયાસ શરૃ કરાયો છે. આજે દિવસ દરમિયાન ઉકાઇ ડેમમાં બપોર સુધી ૫૦ હજાર
ત્યારબાદ ૧ લાખ કયુસેક પાણી ઠલવાયુ હતુ. જયારે સાંજે છ વાગ્યે ૨.૨૨ લાખ કયુસેક
પાણીની આવક આવી હતી. ઉકાઇ ડેમની સપાટી રૃલલેવલ ૩૩૫ ફૂટની નજીક ૩૩૪.૯૨ ફૂટ નોંધાઇ
હતી. જયારે ઉકાઇ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. ઉકાઇ ડેમના કેચમેન્ટનો વરસાદ
રેઇનગેજ સ્ટેશન ઇંચ
ટેસ્કા ૩.૫
નંદરબાર ૩.૫
ઉકાઇ ૩.૦
વેલદા ૨.૫
ચાંદપુર ૨.૦
ચીખલધરા ૧.૫
પીપરી ૧.૫
સાવખેડા ૧.૫
શીનખેડા ૧.૫
નારણપુર ૧.૦
નિઝર ૧.૦
કાકડીઅંબા ૧.૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.