જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્રારા બિહારમાં મહાગઠબંધન કરી સરકાર બનતા ઉજવણી
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્રારા ફટાકડા ફોડી અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.આમ બિહારમા JDU,RJD અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા અન્ય બીજા પક્ષો ની સાથે મળીને મહાગઠબંધનની સરકાર બની તેની ઉજવણી માટે મહીસાગર જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્રારા લુણાવાડા ચાર રસ્તા પાસે ફટાકડા ફોડી ને અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આમ મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સુરેશભાઈ એ. પટેલ અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.