શ્રાવણી મેળામાં મતદાર યાદી આધાર લિંક કરાવનારને 'ફ્રી રાઇડ વિથ આઈસ્ક્રીમ' ની ગિફ્ટ - At This Time

શ્રાવણી મેળામાં મતદાર યાદી આધાર લિંક કરાવનારને ‘ફ્રી રાઇડ વિથ આઈસ્ક્રીમ’ ની ગિફ્ટ


- મતદાર યાદી સુધારણા આધાર લિંક સંબંધે જામનગર જિલ્લાના વહીવટીતંત્રનો નવતર અભિગમજામનગર તા.10 ઓગષ્ટ 2022,બુધવારજામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદારયાદી સુધારણા તથા આધાર લિંક સાથે મતદારોને જોડવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળામાં પણ સ્ટોલ ઉભા કરીને મેળામાં આવનારા નાગરિકો સ્થળ પર જ આધાર લિંક સાથેનું જોડાણ કરાવશે, તે મતદાર નાગરિકને મેળામાં 'ફ્રી રાઈડ વિથ આઈસ્ક્રીમની ભેટ'  પણ અપાશે. જે અંગેનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જામનગર જિલ્લામાં તારીખ ૧.૧૦.૨૦૨૨ ની લાયકાત સંદર્ભે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને આધાર લિંક અંગે વધુમાં વધુ લોકો સહભાગી થાય, તેના અનુસંધાને જામનગરના જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, અધિક કલેકટર મિતેશ પંડ્યા, તથા શહેર વિભાગના પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે નો વિશેષ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં તારીખ ૧૦.૮.૨૦૨૨ થી ૧૨.૮.૨૦૨૨ સુધી ત્રણ દિવસ માટે સાંજે ૭.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી મેળામાં આવનારા નાગરિકો ચૂંટણી કાર્ડ સાથે પોતાના આધાર લિંકની સુવિધા મેળવશે, તે તમામ મતદારોને સ્થળ પર જ આધાર લિંક કરાવી આપ્યા પછી તેઓને મેળામાં ફ્રી રાઈડ વિથ આઈસ્ક્રીમ ની ગિફ્ટ પણ આપવામાં આવશે. જેનો બહોળી સંખ્યામાં મતદારોએ લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. શહેરની પ્રાંત અધિકારી ની કચેરીના તારાબેન પરમાર સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.