રક્ષાબંધન પહેલા ભાઈએ બનાવ્યું બજેટ: માત્ર 80 રૂપિયામાં 6 બહેનો સચવાઈ જશે! - At This Time

રક્ષાબંધન પહેલા ભાઈએ બનાવ્યું બજેટ: માત્ર 80 રૂપિયામાં 6 બહેનો સચવાઈ જશે!


- રક્ષાબંધન પહેલા ભાઈ પૈસાની ગણતરી કહે છે તેનો વીડિયો જોઈને તમે હસવાનું રોકી નહી શકોઅમદાવાદ, તા. 10 ઓગસ્ટ 2022, બુધવારરક્ષાબંધન ભાઈ અને બહેનનો તહેવાર છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે અને ભાઈ પણ પોતાની બહેનની દરેક ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. બહેન મીઠાઈ ખવડાવે છે જ્યારે ભાઈ ભેટમાં સારી સારી વસ્તુઓ આપે છે અને આ સાથે શુકન તરીકે પૈસા પણ આપે છે. ઘણીવાર એવું બને છે કે એક-બે ભાઈઓની બહુ બધી બહેનો હોય છે આ કારણે તેમને ખિસ્સુ વધુ ખાલી કરવું પડે છે. આટલું જ નહી, ઘણીવાર લોકોને ધર્મની બહેન પણ હોય છે જેને ઘણા લોકો સગી બહેનની જેમ માને છે અને તેને ગિફ્ટ અને શુકન આપે છે. આ રક્ષાબંધન ઉપર પણ કંઈક આવું જ થવાનું છે જેની ભાઈઓએ ગણતરી શરૂ કરી દીધી છે. ભાઈએ રક્ષાબંધન ઉપર બજેટ તૈયાર કર્યુઆજના સમયમાં માત્ર સગી બહેનોને જ નહીં પરંતુ પાડોશીઓ, શાળા-કોલેજ, ટ્યુશન, ઓફિસ, સગા-સંબંધીઓની બહેનોને ભાઈએ ભેટ અને શુકન આપવાના હોય છે. રક્ષાબંધનના દિવસ પહેલા જ આવા ભાઈઓ તેમના ખિસ્સા ફંફોસવાનું શરૂ કરી દે છે અને કેલ્ક્યુલેટર ઉપર હિસાબ કરતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર આવું જ કંઈક એક વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળ્યું હતું. આ વીડિયોમાં એક ભાઈ રક્ષાબંધન પહેલા જ પૈસાની ગણતરી કરવા માટે બેસી ગયો છે. તે એક નોટના પાના ઉપર પોતાની બધી બહેનોની ગણતરી કરીને વિચારે છે કે કોને શું આપવું. આ વીડિયોમાં તમે એક કાગળ જોઈ શકો છો, આ કાગળમાં તે વ્યક્તિએ કુલ 80 રૂપિયાની ગણતરી કરીને વિચાર્યુ છે કે કોને કેટલી રકમ ચૂકવવી પડશે. કેવી રીતે બહેનો વચ્ચે પૈસાની વહેંચણી કરશે?આપણે કાગળ ઉપર લખેલું જોઈ શકીએ છીએ કે પહેલા તેણે 'રાખી ખર્ચા' લખ્યું અને પ્રથમ નામ ફઈની પુત્રીનું લખ્યું હતું જેને 11 રૂપિયા રોકડા આપવાના અને ત્યારબાદ બાજુવાળા આંટીની પુત્રીને 10 રૂપિયા વાળી એક ડેરી મિલ્ક આપીશ. સ્કૂલની બહેનને 21 રૂપિયા રોકડા આપીશ. ટ્યુશનની બહેનને 11 રૂપિયા રોકડા અને 5 રૂપિયાની ડેરી મિલ્ક આપીશ. આટલું જ નહીં તેણે 5 રૂપિયાવાળી 4 પર્ક ચોકલેટ પણ રાખી છે જેમાં જો કોઈ વધારાની બહેન આવી ગઈ તો તેને આપી દઈશ. છેલ્લે તેણે પોતાની બહેનનું નામ લખ્યું અને તેને એક રૂપિયા વાળી એક્લેર્સની બે ચોકલેટ આપશે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને તેને ઈન્સ્ટાગ્રામ ઉપર 12 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.