બિહાર સરકારનો હનીમૂન પિરિયડ રહેશે ખૂબ નાનો, ટૂંક સમયમાં મોટા જનઆંદોલનનો કરવો પડશે સામનો
- બિહારમાં નીતીશ કુમારની સરકારની રચના વૃશ્ચિક લગ્નમાં થઈ છે જે જલતત્વની રાશિ છે માટે સ્થિરતા મામલે આશંકા રહેશેઅમદાવાદ, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર જેડીયુના નેતા નીતીશ કુમારે આજે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ રાજદ નેતા તથા લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવ ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ફાગૂ ચૌહાણે રાજભવન ખાતે બંને નેતાઓને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ તેજસ્વી યાદવે નીતીશ કુમારને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. નીતીશ કુમાર છેલ્લા 22 વર્ષમાં 8મી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. સૌ પ્રથમ 2000ની સાલમાં તેઓ 7 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા. જોકે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નીતીશ સરકારનો હનીમૂન પિરિયડ ખૂબ જ નાનો રહેશે. તે માટે ગ્રહદશા વગેરેનો અભ્યાસ કરતાં નીચે મુજબના તારણો કાઢવામાં આવ્યા છે.1. બિહારમાં નીતીશ કુમારની સરકારની રચના વૃશ્ચિક લગ્નમાં થઈ છે જે જલતત્વની રાશિ છે. પરિણામસ્વરૂપ સ્થિરતા મામલે આશંકા રહેશે. 2. લગ્નના સ્વામી મંગળ છઠ્ઠા ભાવમાં રાહુ સાથે અંગારક યોગ બનાવીને બેઠા છે તેના પરિણામસ્વરૂપ સરકારની અંદર જ દુશ્મનો છવાયેલા હશે જેમને ઓળખવા મુશ્કેલ બનશે. આમ સરકાર આંતરિક કંકાસથી પરેશાન રહેશે. 3. સરકારની રચના પૂર્વા અષાઢ નક્ષત્રમાં થઈ છે જેના કારણે સૂર્યની મહાદશામાં રાહુની અન્તર્દશા શરૂ થઈ છે. પરિણામસ્વરૂપ સરકાર ખોટા અહંકાર, ઈગો, ભ્રમની શિકાર બનશે. 4. ઉપરાંત હાલ શનિની સાડાસાતી પણ હેરાન કરશે. 5. સૂર્ય અને શનિ સામસામે હોવાના કારણે સરકારે ખૂબ જ નજીકના સમયમાં જ એક મોટા જનઆંદોલનનો સામનો કરવો પડશે. આ પણ વાંચોઃ નીતીશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.