ગુજરાત હાઇકોર્ટનો સ્ટેટ ફાર્મસી કાઉ.ને હુકમ D.Pharmaનો કોર્સ કર્યો હોય તો ફાર્માસીસ્ટ તરીકે નોંધણી કરો - At This Time

ગુજરાત હાઇકોર્ટનો સ્ટેટ ફાર્મસી કાઉ.ને હુકમ D.Pharmaનો કોર્સ કર્યો હોય તો ફાર્માસીસ્ટ તરીકે નોંધણી કરો


અમદાવાદ,તા.10 ઓગષ્ટ 2022,બુધવારડીફાર્મનો કોર્સ કર્યો હોય અને ત્રણ મહિના સુધી મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટ તરીકે ટ્રેનીંગ લીધી હોય તેવા ઉમેદવારોની સ્ટેટ ફાર્મસી કાઉન્સીલમાં ફાર્માસીસ્ટ તરીકે નોંધણી કરવા ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ સત્તાવાળાઓને આદેશ કર્યો છે. ફાર્માસીસ્ટ તરીકે નોંધણી નહી કરવાના સત્તાવાળાઓના નિર્ણયને હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો. માન્યતા પ્રાપ્ત વિનાના મેડિકલ સ્ટોરમાં ટ્રેનીંગ લીધી હોય તેમની નોંધણી નહી કરવાનો નિર્ણય રદસ્ટેટ ફાર્મસી કાઉન્સીલ તરફથી રજૂ થયેલા સોગંદનામા પરથી જ સ્પષ્ટ થાય છે કે, ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા ફાર્મસી પ્રેકટીસ રેગ્યુલેશન, ૨૦૧૫ના નિયમ ૪.૪ હેઠળ કોઇપણ મેડિકલ સ્ટોરને ડિપ્લોમા ઇન ફાર્મસી કોર્સના વિદ્યાર્થીઓને પ્રેકટીકલ ટ્રેનીંગ આપવા માટેની કોઇ મંજૂરી કે માન્યતા અપાઇ નથી, તેથી સત્તાવાળાઓના આ નિર્ણયનો ભોગ અરજદારોને ના બનાવી શકાય. તેથી અરજદારો પાસે સંબંધિત મેડિકલ સ્ટોરમાં ટ્રેનીંગ લીધા સિવાય કોઇ વિકલ્પ જ નથી. ફાર્મસી કાઉન્સીલ ફાર્મસી-કેમીસ્ટ અને ડ્રગીસ્ટને મંજૂરી આપવાની પ્રક્રિયા ઓનલાઇન મોડ મારફતે નક્કી કરી રહી છે અને જરૃરી ટેકનીકલ સપોર્ટની પ્રક્રિયા પ્રગતિમાં છે. સોગંદનામામાં એ પણ સ્પષ્ટ છે કે, ડીફાર્મ કોસ કર્યો છે કે જેઓ કરી રહ્યા છે, તેઓએ ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એકટ,૧૯૪૦ અને તેની હેઠળના રૃલ્સ અન્વયે ફાર્મસી, કેમીસ્ટ અને ડ્રગીસ્ટ તરીકેની ટ્રેનીંગ લીધી હોય તેઓને સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ દ્વારા રજિસ્ટ્રેશન માટે માન્ય ગણવા વિચારણામાં લેવાના રહેશે. અરજદાર ઉમેદવારો દ્વારા રિટમાં રજૂઆત કરાઇ હતી કે, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલના સત્તાવાળાઓ દ્વારા તેઓની ફાર્માસીસ્ટ તરીકેની નોંધણી કરવાની માત્ર એટલા કારણસર ના પાડે છે કે તેઓએ માન્યતાપ્રાપ્ત મેડિકલ સ્ટોરમાંથી ટ્રેનીંગ મેળવી નથી. જો કે, હાઇકોર્ટે સત્તાધીસોના સોંગદનામાને ધ્યાનમાં લઇને ઉપરમુજબ હુકમ કર્યો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.