'રૂલ બનાના સરકાર કા કામ, તોડના હમારા'ની ડંફાશ ભારે પડી - At This Time

‘રૂલ બનાના સરકાર કા કામ, તોડના હમારા’ની ડંફાશ ભારે પડી


- હાથમાં બિયરની બોટલ રાખી ફિલ્મી ડાયલોગ થકી વીડિયો બનાવનાર કુખ્યાત આરોપીને ક્રાઈમબ્રાંચે ઝડપ્યોઅમદાવાદ,તા.10 ઓગષ્ટ 2022,બુધવારહાથમાં બિયરની બોટલ અને કારના ગિયર બોક્સ પાસે દારૂની બોટલ રાખી ફિલ્મી ડાયલોગ 'રૂલ બનાના સરકાર કા કામ, તોડના હમારા'ની ડંફાશ મારતો વીડિયો બનાવી વાયરલ કરનાર કુખ્યાત આરોપીને ક્રાઈમબ્રાંચે મંગળવારે જમાલપુરથી ઝડપી લીધો હતો. કાયદા તોડવામાં માહીર હોવાના ભ્રમમાં રહેલા કુખ્યાત આરોપીને ક્રાઈમબ્રાંચે સરકારી રૂલની તાકાત બતાવીને તેનો ભ્રમ ભાંગી નાંખ્યો હતો.ધાકધમકી આપવાના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ આરોપીને દાણીલીમડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી. વીડિયો વાયરલ કરનાર આરોપીને ક્રાઈમબ્રાંચે સરકારી રૂલની તાકાત બતાવી ભ્રમ ભાંગી નાંખ્યો 'મેને કામ ભી વહી કીયા હૈ, જીસકી અનુમતી સરકાર નહી દેતી' જેવા ફિલ્મી ડાયલોગ સાથેનો વીડિયો સોશિયલ મિડિયામાં છેલ્લા દસ દિવસથી વાયરલ થયો હતો. હાથમાં બિયરની બોટલ અને દારૂની બોટલ કારના ગિયર બોક્સ પાસે રાખી વિડિયો બનાવનાર તત્વોની ઓળખ કરી ઝડપી લેવા માટે ક્રાઈમબ્રાંચે પ્રયાસ શરૂ કર્યા હતા. સરકારી કાયદાને ચેલેન્જ ફેંકવાની વાત કરના તત્વોને ઝડપી લેવા માટે સક્રીય પોલીસને બાતમી મળી કે, જમાલપુર મચ્છીપીરની દરગાહ પાસે વીડિયો બનાવનાર શખ્સ હાજર છે.  ક્રાઈમબ્રાંચે બાતમી આધારે આરોપી મો.ઝૈદ ઉર્ફ ઝૈદુ અબ્દુલકાદર કુરેશી (ઉં,૨૦) રહે, દારે હરમ ફલેટ, મચ્છીપીર દરગાહ પાસે,જમાલપુરને ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં મો.ઝૈદએ કબૂલ્યું કે, ગત ઈદના તહેવાર દરમિયાન વટવાના મકદૂમનગર ખાતે રહેતાં મિત્ર આદિલ ઉર્ફ અહુવા પાસેથી ફરવા માટે કાર, એક બોટલ વ્હીસ્કી, ચાર બિયરની બોટલ લીધી હતી. જમાલપુર ખાતે પહોંચી મિત્ર હૈદરઅલી સાથે કારમાં ફરતા ફરતા આ વીડિયો બનાવ્યો હતો. જે અંગે સમાચાર પત્રોમાં ન્યુઝ આવતા પોતે રાજસ્થાન ઉદેપુર જતો રહ્યો હતો. જૂદી જૂદી જગ્યાએ હોટલ અને ગેસ્ટહાઉસમાં રોકાયો હતો. ઈન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે આ વીડિયો બનાવ્યાની આરોપીએ કબૂલાત આપી હતી. પોલીસ તપાસમાં મો.ઝૈદ અગાઉ ઈસનપુરમાં વાહનો સળગાવવાના, પ્રોહીબીશનના ગુનામાં પકડાઈ ચુક્યો છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં શાહબાઝ નામના યુવકને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી આરોપી મો.ઝૈદ ભાગતો ફરતો હતો. ક્રાઈમબ્રાંચે મો.ઝૈદને વધુ કાર્યવાહી માટે દાણીલીમડા પોલીસને સોંપ્યો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.