હીરા કારખાનામાંથી રૂ.9.79 લાખના 15 હીરાની ઉચાપત કરી ફરાર મેનેજર ઝડપાયો - At This Time

હીરા કારખાનામાંથી રૂ.9.79 લાખના 15 હીરાની ઉચાપત કરી ફરાર મેનેજર ઝડપાયો


- એક હીરાની ઘટ આવતા કારખાનેદારે તપાસ કરતા મેનેજરની કરતૂત બહાર આવી હતી - તેને પૂછતાં બીજા દિવસથી નોકરીએ આવવાનું બંધ કરી બાદમાં મોબાઈલ ફોન અને ઘર બંધ કરી પરિવાર સાથે ગાયબ થઈ ગયો હતો સુરત,તા.10 ઓગષ્ટ 2022,બુધવાર સુરતના વરાછા સ્થિત હીરા કારખાનામાંથી રૂ.9.79 લાખના 15 હીરાની ઉચાપત કરી ફરાર મેનેજર આખરે ઝડપાયો છે. સુરતના વરાછા સ્થિત હીરાના કારખાના વૈદેહી ઈમ્પેક્ષમાં છેલ્લા 12 વર્ષથી નોકરી કરતા મેનેજર રજનીકાંત મનોહર શીરભાતે ( રહે.પ્લોટ નં.31/એ, વિજયાનગર 2, હરિનગર 2 ની પાછળ, ઉધના, સુરત. મૂળ રહે.પોહર, તા.બાબુલગાંવ, જી.યવતમલ, મહારાષ્ટ્ર ) એ રૂ.9.79 લાખના 15 હીરાની ઉચાપત કરી પોતાનો ભાંડો ફૂટતા બીજા દિવસથી નોકરીએ આવવાનું બંધ કરી દીધું અને બાદમાં મોબાઈલ ફોન અને ઘર બંધ કરી પરિવાર સાથે ગાયબ થઈ જતા વરાછા પોલીસે કારખાનેદાર અશ્વિનભાઈ વલ્લભભાઈ કળથીયાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન, વરાછા પોલીસે આ ગુનામાં ગતરોજ ફરાર મેનેજર રજનીકાંત શીરભાતે ( હાલ રહે. એ/150, નંદનવન ટાઉનશીપ, નવાગામ ડિંડોલી, ડિંડોલી રોડ, સુરત ) ને ઝડપી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.