ફેક ડિગ્રીનું કૌભાંડ : 62 હજાર ડિગ્રીઓ વેચી શિક્ષણ માફિયાઓની 180 કરોડની કમાણી
- શિક્ષણના ક્ષેત્રમાં હરિયાણા સહિતના રાજ્યોમાં રેકેટ - ફાર્મસી ડિપ્લોમા કોર્સની અનેક ફેક ડિગ્રીઓ વેચવામાં આવી હરિયાણા પોલીસે શિક્ષણ માફિયાઓની ગેંગની ધરપકડ કરીચંડીગઢ : દેશમાં શિક્ષણની ફેક ડિગ્રીઓનો ગેરકાયદે ધંધો વધી રહ્યો છે. મોટી સંખ્યામાં શિક્ષણ માફિયા સક્રિય થઇ ગયા છે. જેઓ પોતાની સાંઠગાંઠથી બનાવટી ડિગ્રીઓ આપી રહ્યા છે. આ જાળ અનેક રાજ્યોમાં ફેલાયેલી હોવાનું સામે આવ્યું છે. હરિયાણા પોલીસે આવા જ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. હરિયાણા પોલીસના ખુલાસામાં સામે આવ્યું છે કે શિક્ષણ માફિયાઓેએ આશરે ૬૨ હજાર બનાવટી ડિગ્રીઓ વેચીને ૧૮૦ કરોડ રૂપિયાનો ગોરખધંધો કર્યો છે. અત્યાર સુધીમાં શિક્ષણ માફિયા સાથે જોડાયેલા ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હરિયાણા રાજ્ય ફાર્મસી કાઉંસિલમાં ડી-ફાર્માના રજિસ્ટ્રેશનમાં લાંબા સમયથી ચાલી રહેલી ગડબડોનો ભાંડો ફુટયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ સ્ટેટ ક્રાઇમ બ્યૂરો દ્વારા ફાર્મસીના ડિપ્લોમાની બનાવટી ડિગ્રીઓ આપનારા શિક્ષણ માફિયાઓ સુધી પહોંચવાં સફળ રહી છે. સ્ટેટ ક્રાઇમ બ્યૂરોએ વિદ્યાલય અને ટેક્નીકલ શિક્ષણ બોર્ડ બિલાસપુર (છત્તીસગઢ)ના ચેરમેન તેમજ સચિવ સહિત બોર્ડના પાંચ સભ્યોની ધરપકડ કરી છે. આ પાંચેય સભ્યો સહિત વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ૬૨ હજાર બનાવટી ડિગ્રીઓની ઝાળ પણ ખુલ્લી પડી ગઇ છે. હવે જે પણ રાજ્યોમાં આ પ્રક્રારની બનાવટી ડિગ્રીઓ આપવામાં આવી રહી છે તેની તપાસ થઇ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.