દ. કોરિયન એરફોર્સના 'બ્લેક ઈગલ્સ ફાઇટર જેટ'નું અમદાવાદમાં ઉતરણ - At This Time

દ. કોરિયન એરફોર્સના ‘બ્લેક ઈગલ્સ ફાઇટર જેટ’નું અમદાવાદમાં ઉતરણ


અમદાવાદ, સોમવારદક્ષિણ કોરિયાની
એરફોર્સની એરોબેટિક ટીમ તેમના નવ ફાયટર જેટ સાથે આજે સવારે પ્રથમ વખત અમદાવાદ એરપોર્ટ
પર ઉતરાણ કર્યું હતું. જેના કારણે અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત રહ્યું હતું. એક સાથે ત્રણત્રણના
પેરમાં જેટ વિમાનોએ લેન્ડ કરતા એરપોર્ટની આસપાસ જાણે યુ્ધ્ધનો માહોલ સર્જાયો તાવી લોકોમાં
ચર્ચા ચાલી હતી. નાના ટચુકડા આ  જેટ અમદાવાદથી
એક સાથે ત્રણત્રણની પેરમાં ઉડાન ભરતા આસપાસ વિસ્તાર ગુંજી ઉઠતા લોકોમાં કુતુહલ પણ સર્જાયું
હતું.  પ્રાપ્ત થતી વિગતો
મુજબ ટીમ આઠ 'ટી-૫૦બી' સુપરસોનિક ફાયટર ટ્રેનર એરક્રાફ્ટ ઉડાવે છે, જે દક્ષિણ કોરિયન
એરોસ્પેસ કંપની ણછૈંનું મુખ્ય પ્લેટફોર્મ છે. એરોબેટિક ટીમે યુકે સહિત ઇજીપ્તમાં યોજાનાર
એર શોમાં આ ટ્રેનર ફાયટર જેટે અદભુત પ્રદર્શન કર્યું હતું. આ ટ્રેનર જેટ એરક્રાફ્ટ
સવારે મસ્કતથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આ તમામ ફાયટર આવે પહેલા તેમના
સંરક્ષણ માટે સવારે આઠ વાગે કોરિયન એરફોર્સના વિમાન (સીજે ૧૩ જે) માં સ્પેશિયલ ૪૦ ક્રુ
મેમ્બરની ટીમ આવી પહોંચી હતી. જ્યાં તેમનું કસ્ટમ્સ અને ઇમિગ્રેશન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સવારે ૧૦ઃ૨૫ કલાકે પહેલા ત્રણ ફાયટર જેટ ઉતર્યા બાદ ૩૦ મિનિટમાં બીજા ત્રણ
એમ કુલ છ જેટ વિમાનને લાઇનસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પાકગ બેમાં પાર્ક કરવામાં આવ્યા
હતા. પ્રથમ ત્રણ જેટ બપોરે ૧૨ વાગે રવાના થયા બાદ બીજા એક કલાકમાં રવાના થયા હતા.એરપોર્ટ પર અન્ય
ત્રણ ફાયટર જેટ બપોરે ૧૨ઃ૩૦ કલાકે લેન્ડ થયા બપોરે ૨ઃ૩૦ વાગે ઉડાન ભરી હતી. આમ, અમદાવાદ
એરપોર્ટ પરથી ફાયટર જેટના ઉડાનથી તેના ભારેખમ અવાજથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. જાણે
યુધ્ધનો માહોલ સર્જાયો હોય તેમ લોકોમાં પણ ચર્ચા ચાલી હતી. આ તમામ એરક્રાફ્ટ  મિનિટ બાદ ત્રણ એમ કુલ છ એરક્રાફ્ટતેમજ હોલ્ટ કરી
રવાના થયા હતા ત્યાર બાદ બીજા ત્રણ એરક્રાફ્ટ આવી પહોંચતા જાણે કોઇ યુધ્ધમાં ભાગ લઇ
રહ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આ તમામ એરક્રાફ્ટને
ઇન્ટરનેશનલ એરપોર્ટના પાકગમાં પાર્ક કરવામાં આવ્યા હતા. બ્લેક ઇગલ્સના રક્ષણ  માટે સ્પેશિયલ ૪૦ એરફોર્સના ક્રુ જેમને તમામ એરક્રાફટનું
ચેકીંગ કરી ફ્યુઅલ ભરાવી અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે કોલકાતા માટે રવાના કર્યા હતા.
ફાયર ફાઇટરોએ ઉડાન ભર્યા બાદ એરફોર્સના વિમાન તેમના ક્રુ સાથે ૩ઃ૩૦ વાગે ઉડાન ભરી હતી.
જો કે આ વિમાનની પાસે એરપોર્ટના એકપણ સિક્યોરિટી સહિત અન્ય એજન્સીના અધિકારીઓને પાસે
જવા દેવાયા ન હતા. નોંધનીય છે કે,
આ બ્લેક ઇગલ્સના ક્રોસ બોર્ડર પ્રવાસમાં યુકેમાં સ્ટોપનો સમાવેશ થાય છે, જ્યાં તેઓ
દક્ષિણ કોરિયનને પ્રોત્સાહન આપવા માટે લશ્કરી મુત્સદ્દીગીરીના ભાગ રૃપે  સાઉથપોર્ટ એર શો, રોયલ ઇન્ટરનેશનલ એર ટેટૂ અને ફર્નબોરો
એર શોમાં ભાગ લીધો હતો. 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.