ગુજરાતના ૧૦૦ તાલુકામાં વરસાદ, વલસાડમાં સૌથી વધુ ચાર ઈંચ
અમદાવાદ,સોમવારગુજરાતમાં ચોમાસાના
વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે. આજે ૧૦૦થી વધુ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડયો
હતો. રાજ્યમાં સીઝનનો સરેરાશ વરસાદ હવે ૭૬ ટકા થઇ ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી
પાંચ દિવસ માટે રાજ્યના મોટાભાગના સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દિવસ દરમિયાન
વલસાડના ઉમરગામમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સાબરકાંઠાના હિંમતનગરમાં
બે કલાકમાં ૩.૫૦ ઈંચ, બનાસકાંઠાના લાખાણીમાં બે કલાકમાં બે ઈંચ સહિત કુલ પોણા ત્રણ
ઈંચ, દાંતિવાડામાં બે કલાકમાં ૨.૬૦ ઈંચ, ડીસામાં અઢી ઈંચ, દાહોદના લીમખેડા-દેવભૂમિ
દ્વારકાના કલ્યાણપુર-પોરબંદરના રાણાવાવમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર
જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમા ંપાટણના સિદ્ધપુર, વલસાડના વાપી-પારડી, સાબરકાંઠાના
વડાલી, મહેસાણાના ખેરાલુ-ઉંઝા, બનાસકાંઠાના ધાનેરા, મહીસાગરના સંતરામપુર, દાહોદના જાલોદ
અને સુરતના ચોર્યાસીનો સમાવેશ થાય છે.હવામાન વિભાગની
આગાહી અનુસાર આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે થી અતિભારે
જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરત,
ડાંગ, તાપી, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના
કેટલાક વિસ્તારોમાં આવતીકાલે ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે
છે. અમદાવાદમાં પણ આગામી ૩ દિવસ વરસાદ પડે તેવી સંભાવના છે. આવતીકાલે બપોરે ૩ થી ૫
દરમિયાન અમદાવાદમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં રીજિયન
પ્રમાણે વરસાદની સ્થિતિરીજિયન વરસાદ સરેરાશકચ્છ ૨૩ ૧૨૬%દક્ષિણ ૫૧ ૮૮%સૌરાષ્ટ્ર ૨૦ ૭૧%પૂર્વ મધ્ય ૨૧ ૬૬%ઉત્તર ૧૮ ૬૩%
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.