લીંબડીમાંથી પ્લાસ્ટિકના ઝભલાનો 120 કિલો જથ્થો પકડાયો - At This Time

લીંબડીમાંથી પ્લાસ્ટિકના ઝભલાનો 120 કિલો જથ્થો પકડાયો


- બીજી વખત પકડાયેલા વેપારીને રૂ. 500 નો દંડ થશે- પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ચેકિંગ ઝુંબેશઃપાંચ વેપારીઓને રૂ. 1500 નો દંડ ફટકાર્યોલીંબડી : લીંબડી નગર પાલિકા દ્વારા થોડા સમય પહેલાં પ્લાસ્ટિકના ઝબલાનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે શેહરની મુખ્ય બજાર શાક માર્કેટ, લેકયુ બીંલડીંગ રોડ, મહાવીર માર્કેટ છાલીયાપરા માંથી ૪૩ કિલો જથ્થો જપ્ત કરી ૧૦ વેપારીને પહેલી વાર વેપારી દીઠ રૂ.૧૦૦ નો દંડ ફટકાર્યો હતો. તેમજ હવે જો આ વેપારીઓ બીજી વાર ઝબલા સાથે ઝડપાયા તો રૂ.૫૦૦ નો દંડ આવવામાં આવશે. તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, ઉપ પ્રમુખ ગીતાબેન મકવાણાએ પાલિકા ટીમ દ્વારા પાન મસાલા અને ગુટકાના હોલ સેલ વેપારીઓનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ચેકીંગમાં ૭૫ માઈક્રોનથી નીચેનું ઝબલાનુ વેચાણ કરતાં પાંચ વેપારી પાસેથી ૧૨૦ કિલો ઝબલાનો જથ્થો જપ્ત કરી અગલ અલગ રૂ.૧૦૦,૨૦૦ અને ૫૦૦ એમ કરીને પાંચેય વેપારી સહિત કુલ રૂ.૧૫૦૦ નો દંડ ફટકાર્યો હતો. નગર પાલિકા ચીફ ઓફિસર તુષાર ઝલરિયા તથા જગદીશભાઈ, જીહૈાચ, સહિત પાલિકાની હેલ્થ એન્ડ સેનીટેશન શાખાની ટીમ ચેકિંગ કાર્યમાં જોડાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.