નોઈડા: શ્રીકાંત ત્યાગીનું દબાણ હટાવાયું તો વહેંચાઈ મીઠાઈઓ, દબંગ નેતાનું લોકેશન મળી આવ્યું
- ત્યાગીના લગભગ ડઝનભર સમર્થકો રવિવારે સાંજે સોસાયટીમાં ઘૂસી ગયા હતા અને ખૂબ જ હંગામો કર્યો હતોનવી દિલ્હી, તા. 08 ઓગષ્ટ 2022, સોમવારરાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને ઉત્તર પ્રદેશના નોઈડાની એક સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તનના મામલે ઘણુ જોર પકડ્યું છે. આ મામલાનો આરોપી શ્રીકાંત ત્યાગી હજુ સુધી ફરાર છે. આ દરમિયાન ત્યાગીના લગભગ ડઝન ભર સમર્થકો રવિવારે સાંજે સોસાયટીમાં ઘૂસી ગયા હતા અને ખૂબ જ હંગામો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ દરમિયાન ઉપદ્રવી આ મહિલાનું નામ અને સરનામું પણ પૂછી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ગૌતમબુદ્ધ નગરથી બીજેપી સાંસદ મહેશ શર્મા અને નોઈડાથી બીજેપી ધારાસભ્ય પકંજ સિંહ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને કાયદા-વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. શ્રીકાંત ત્યાગીનું દબાણ હટાવાતા મહિલાઓએ મીઠાઈઓ વહેંચીઉત્તર પ્રદેશની નોઈડા ઓથોરિટી ટીમે ઓમૈક્સ સોસાયટી પહોંચીને શ્રીકાંત ત્યાગીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધુ હતું. આરોપીએ પોતાના ફ્લેટની આસપાસ દબાણ કરી રાખ્યું હતું. પોતાને બીજેપી નેતા ગણાવનાર શ્રીકાંત ત્યાગી સોસાયટીનો મેન્ટેનેન્સ ચાર્જ પણ નહોતો આપતો. પરંતુ મહિલા સાથેના ગેરવર્તનો વીડિયો વાયરલ થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું હતું અને હવે બુલડોઝર વડે તેનું ગેરકાયદેસર બાંધકામ હટાવી દીધું છે. નોઈડા ઓથોરિટીના આ પગલાથી ખુશ થઈને સોસાયટીમાં રહેતી મહિલાઓએ તાળીઓ પાડી અને મીઠાઈ પણ વહેંચી હતી.પોલીસ સૂત્રો દ્વારા સ્પષ્ટ થઈ ગયું છે કે, આરોપી શ્રીકાંત ત્યાગી નોઈડાથી ભાગીને ઉત્તરાખંડની સરહદમાં ઘુસ્યો હતો. પોલીસની ઘણી ટીમ પણ તેની નજીક પહોંચી ગઈ હતી પરંતુ અચાનક તે ફરાર થઈ ગયો હતો. શ્રીકાંત ત્યાગીનું છેલ્લું લોકેશન હરિદ્વારા અને ઋષિકેશની વચ્ચે મળ્યું હતું. આ મામલે મહેશ શર્માનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. આ ઘટનાને લઈને સોસાયટીના લોકોનો ગુસ્સો જોતા તેમણે યુપી સરકારના અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીને તરત જ ફોન કરીને પોલીસની ફરિયાદ કરી હતી. સાંસદ મહેશ શર્માનો મોબાઈલ ફોન પર વાતચીતનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં મહેશ શર્મા ફોન પર અવનીશ અવસ્થીને કહી રહ્યા છે કે, પૂછો તેમના કમિશનરને જ્યારે મે લવ કુમારને ફોન કર્યો, રણવિજયને ફોન કર્યો ત્યારે પોલીસ પહોંચી છે. હું અને અમારા જિલ્લા પ્રમુખ ઘટના સ્થળ પર છીએ. મને એ કહેતા શરમ આવે છે કે, આ આપણી સરકાર છે. જાણો કેવી રીતે 15 છોકરાઓ આ સોસાયટીમાં આવ્યા જાણો અવનીશ અવસ્થીજી આ બહુ શરમજનક વાત છે.ઘટના બાદ સોસાયટીની સુરક્ષા વધારી દેવાઈઆ ઘટના બાદ સોસાયટીની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તેમની સુરક્ષા માટે પોલીસ વધારી દેવામાં આવી છે. કાયદાની સખત ધારાઓમાં કાર્યવાહી થઈ રહી છે. હું આશ્વાસન આપવા માંગુ છું કે, આવતીકાલથી વધુ મજબૂત કાર્યવાહી જોવા મળશે. કોઈપણ સભ્ય સમાજમાં આવી ઘટના ન થવી જોઈએ. આ મામલે નોઈડા પોલીસ કમિશનર આલોક સિંહે પોલીસ સ્ટેશન ફેસ ટુના ઈન્ચાર્જ સુજીત ઉપાધ્યાયને સસ્પેન્ડ કરી દીધા છે. વધુ વાંચો : નોઈડા: મહિલા સાથે દુર્વ્યવહાર કરનાર BJP નેતા શ્રીકાંત ત્યાગી ફરારઆ મામલે નોઈડા પોલીસ કમિશનર આલોક સિંહે કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે. આરોપીઓને પકડવા માટે 8 ટીમો બનાવવામાં આવી છે. અલગ-અલગ રાજ્યોમાં શોધખોળ ચાલી રહી છે. જૂના ગુનાહિત ઈતિહાસને જોતા ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.