ઉત્તર પ્રદેશ: ભાજપનુ ‘હર ઘર તિરંગા’ અભિયાન 5 લાખ મુસ્લિમ પરિવાર સુધી પહોંચશે
- પાર્ટી કેડર મદરેસા અને દરગાહ પર તિરંગો ફરકાવશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવા માટે તસવીરો ક્લિક કરવામાં આવશેનવી દિલ્હી, તા. 08 ઓગષ્ટ 2022, સોમવારયુપીમાં બીજેપીએ 15મી ઓગષ્ટના રોજ સ્વતંત્રતાના 75મું વર્ષ પુરુ થવા પર પોતાના 'હર ઘર તિરંગા' અભિયાનને પ્રોત્સાહન આપવા માટે લગભગ 5 લાખ મુસ્લિમ ઘરો, મદરેસા અને તિરંગો ફરકાવવાની યોજના બનાવી છે. આ અભિયાનની શરૂઆત 12 ઓગષ્ટથી થશે. બીજેપી લઘુમતી મોર્ચાના અધ્યક્ષ બાસિત અલીએ જણાવ્યું કે, અમે ઓછામાં ઓછા 5 લાખ મુસ્લિમ ઘરો પર તિરંગો લહેરાવવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે. પાર્ટી કેડર મદરેસા અને દરગાહ પર તિરંગો ફરકાવશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવા માટે તસવીરો ક્લિક કરવામાં આવશે. અલીએ કહ્યું કે, આ અગાઉ 2017માં સત્તામાં આવ્યા બાદ તરત જ ભાજપે મદરેસામાં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રગીતનું પઠન અને રાષ્ટ્ર ધ્વજ ફરકાવવું અનિવાર્ય કરી દીધું હતું.ભાજપ 'પાસમાંડા' (મુસ્લિમોમાં પછાત સમુદાય)માં પાર્ટીની પહોંચ વધારવા પર ભાર આપી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, લગભગ 50,000 મુસ્લિમ બહુમતી બૂથોની ઓળખ કરી છે જ્યાં તે, કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલી જન કલ્યાણકારી યોજનાઓ વિશે જાગરૂકતા અભિયાન ચલાવવાની યોજના બનાવી રહી છે. બીજેપીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાર્ટી તેના મહત્વાકાંક્ષી 'હર ઘર તિરંગા' ઝુંબેશને હાથ ધરવા માટે ધાર્મિક રેખાઓને પાર કરવાનો હેતુ ધરાવે છે, જે 4 કરોડથી વધુ ઘરો અને સરકારી કચેરીઓને આવરી લેવા માંગે છે.તિરંગા અંગે રાજનીતિ ન કરવી જોઈએ: રાજેન્દ્ર ચૌધરીવિકાસ પર પ્રતિક્રિયા આપતા સમાજવાદી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, ભાજપાઓ તિરંગા અંગે રાજકારણ ન કરવું જોઈએ. તે રાષ્ટ્રીય ધ્વજ છે. તેનું પુરુ સમ્માન છે પરંતુ કોઈ પણ પ્રકારનું દબાણ ન કરવું જોઈએ. જે લોકો સ્વેચ્છાથી તિરંગો ફરકાવવા માગે છે તે તિરંગો ફરકાવે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.