‘ભારત છોડો આંદોલન’: જાણો રોચક તથ્યો
નવી દિલ્હી, તા. 08 ઓગસ્ટ 2022 સોમવારતે 8 ઓગસ્ટ 1942ની સાંજ હતી. મુંબઈની ગોવાલિયા ટેન્ક મેદાનમાં લાખો લોકો એકઠા થયા હતા. આઝાદીના વિચારથી પ્રેરિત લોકોથી આ મેદાન ખચાખચ ભરેલુ હતુ. તેમની સામે એક 73 વર્ષીય વૃદ્ધ ઉભા હતા. લોકો ઉત્સુકતાથી તે વ્યક્તિનુ પ્રવચન સાંભળી રહ્યા હતા. તે વૃદ્ધે ચેતવણીના ભાવ સાથે પોતાના હાથ ઉઠાવ્યા અને કરો યા મરો, કરેંગે યા મરેંગે ના સોગંધ સાથે બે શબ્દ કહ્યા. આનાથી ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો અંતિમ અધ્યાય શરૂ થયો. તે સૂત્ર હતુ, 'ભારત છોડો' આ સૂત્રની જાહેરાત કરી રહેલા વૃદ્ધ વ્યક્તિ હતા મોહનદાસ કરમચંદ ગાંધી.ભારત છોડોનુ સૂત્ર સાંભળીને ભીડમાં જાણે વિજળી ચમકી હોય તેવુ થઈ ગયુ. મુંબઈના આકાશમાં બ્રિટિશ વિરોધી સૂત્રો ગૂંજી રહ્યા હતા અને ડૂબતો સૂરજ આઝાદીનુ સપનુ જોઈ રહ્યો હતો.ભારત છોડો આંદોલનને આઝાદી પહેલા ભારતનુ સૌથી મોટુ આંદોલન માનવામાં આવે છે. સમગ્ર દેશમાં લાખો ભારતીય આ આંદોલનમાં કૂદી પડ્યા હતા. સમગ્ર દેશમાં જેલ કેદીઓથી ભરાઈ રહી હતી. આ આંદોલને બ્રિટિશરોને ચોંકાવી દીધા હતા.'ભારત છોડો આંદોલન' ની કહાની14 જુલાઈ 1942એ વર્ધામાં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક થઈ હતી. અહીં એ નિર્ણય લેવાયો હતો કે બ્રિટિશરોએ ભારતને તાત્કાલિક ભારતવાસીઓના હાથમાં સોંપી દેવુ જોઈએ. જે બાદ એક મહિનાની અંદર જ 7 ઓગસ્ટે મુંબઈમાં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક થઈ અને 8 ઓગસ્ટે ભારત છોડોનો પ્રસ્તાવ પસાર કરી દેવાયો. ગોવાલિયા ટેન્ક મેદાનમાં થયેલી ઐતિહાસિક બેઠકમાં આ પ્રસ્તાવની જાહેરાત કરવામાં આવી.આ બેઠક સાંજે 6 વાગે શરૂ થઈ હતી અને રાતે દસ વાગે પૂર્ણ થઈ. આ બેઠકમાં ચાર ભાષણ આપવામાં આવ્યા હતા. સૌથી પહેલુ ભાષણ કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના અબુલ કલામ આઝાદે આપ્યુ, જે બાદ પંડિત નેહરૂએ કોંગ્રેસની કાર્યસમિતિના પ્રસ્તાવને વાંચ્યો. જે બાદ સરદાર પટેલે ભાષણ આપ્યુ અને નેહરૂના પ્રસ્તાવને મંજૂરી આપી. ચોથા વક્તા હતા મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીએ આ બેઠકમાં કુલ ત્રણ ભાષણ આપ્યા હતા. જેમાંથી એક ભાષણ અંગ્રેજીમાં હતુ જેમાં તેમણે 'ક્વિટ ઈન્ડિયા'નુ ઐતિહાસિક સૂત્ર આપ્યુ. 'ક્વિટ ઈન્ડિયા' સૂત્રનુ અમુક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યુ અને આને હિંદીમાં 'ભારત છોડો' કહેવામાં આવ્યુ. મરાઠીમાં આને 'ચલે જાઓ' કહેવામાં આવ્યુ.આ સૂત્રનુ નામકરણ પણ રસપ્રદ છેમુંબઈના મેયર જેમણે પ્રસ્તાવને શબ્દ આપ્યાઅંગ્રેજોને આપવામાં આવેલી અંતિમ ચેતવણી જોશથી ભરેલી હોવી જોઈએ. તેથી મહાત્મા ગાંધીએ અમુક લોકો પાસે સલાહ લીધી જેથી એવુ સૂત્ર આપવામાં આવી શકે જેમાં પ્રતિબદ્ધતા જોવા મળે. જે બાદ અમુક લોકોએ પોતાના વિચાર મૂક્યા.આમાંથી એક વિચાર હતો 'Get Out' પરંતુ આમાં એક પ્રકારની ઉદ્ધતતા પણ હતી તેથી ગાંધીએ આ વિચારને ફગાવી દીધો. પછી સરદાર પટેલએ બે સૂત્ર આપ્યા 'Retreat India' અને 'Withdraw India'. જોકે આને પણ બહુ પસંદ કરાયા નહીં.દરમિયાન યૂસુફ મહર અલીએ 'ક્વિટ ઈન્ડિયા'નો પ્રસ્તાવ આપ્યો અને મહાત્મા ગાંધીએ આને તાત્કાલિક સ્વીકાર કરી લીધો. અગાઉ જ્યારે સાયમન પંચ વિરુદ્ધ આંદોલન થયુ હતુ ત્યારે યૂસુફ મહર અલીએ જ સાયમન ગો બેક નુ સૂત્ર આપ્યુ હતુ.આ સમયમાં યૂસુફ મહર અલી કોંગ્રેસના સક્રિય સભ્ય હતા. તે કોંગ્રેસના સમાજવાદી વિચારધારા વાળા નેતાઓમાં પ્રમુખ નેતા હતા. તે મુંબઈ શહેરના મેયર પણ હતા જ્યાં આ ઐતિહાસિક આંદોલનની જાહેરાત થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.