જોડિયાના પીઠડ ગામે રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું
- મકાન માલિક સહિત આઠ શખ્સોને ઝડપી લઇ રૂ.૧.૩ર લાખની રોકડ કબજે કરાઇજામનગર,તા 08 ઓગષ્ટ 2022,સોમવારજોડિયા તાલુકાના પીઠડ ગામે એક રહેણાંક મકાનમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી જામનગર એલસીબી પોલીસને મળી હતી. જેથી સ્થળ પર જઇ દરોડો પાડતા મકાન માલીક સહિત જુગાર રમી રહેલા આઠ શખ્સોને ઝડપી લીધા હતા. અને પટમાંથી રોકડ રૂ.૧.૩ર લાખની રોકડ મતા સહિત કુલ રૂ.૧.૮૮ લાખની માલમતા કબજે કરવામાં આવી હતી. આ બનાવની વિગત એવી છે કે, જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા બાબુભાઇ રાજાભાઇ સોઢીયાના રહેણાંક મકાનમાં તીનપતી નામનો મોટાપાયે જુગાર રમાઇ રહયો છે. તેવી બાતમી જામનગર એલસીબીને મળી હતી. જેથી એલસીબીનો સ્ટાફ જોડિયા જઇ બાબુભાઇ રાજાભાઇ સોઢીયાના રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જયાં તીનપતી નામનો જુગાર રમી રહેલ મકાન માલીક બાબુભાઇ રાજાભાઇ સોઢીયા તેમજ જગદીશભાઇ નાગજીભાઇ વાઘેલા, અબાસ મુસાભાઇ મોગલ, વીનોદગીરી તુલસીગીરી ગૌસ્વામી, કીરોશ કુંવરજીભાઇ પાડલિયા, ભરત મોહનભાઇ જીવાણી, પ્રકાશ મહાદેવભાઇ ઘોડાસરા અને કીશોર રૂગનાથભાઇ જીવાણી સહિત આઠેય શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે પટમાંથી રૂ.૧,૩ર,ર૦૦ની રોકડ રકમ સહિત કુલ રૂ.૧,૮૮,ર૦૦ની માલમતા કબજે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.