રાજકોટમાં કોરોના એક જ દિવસમાં બે દર્દીઓને ભરખી જતા ફફડાટ
રાજયમાં કોરોનાએ ફરી અજગરી ફુંકાડો માર્યો છે. રવિવારે એક જ દિવસમાં કોરોનાએ રાજકોટ શહેરમાં બે દર્દી સહીત રાજયમાં ત્રણ દર્દીઓનો ભોગ લેતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. તહેવારોની સીઝન સમયે જ કોરોનાએ માથુ ઉચકતા લોકો થોડા વધુ ભયભીત બની ગયા છે. રવિવારે રાજયમાં નવા 768 કેસ નોંધાયા હતા જેની સામે 899 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. હાલ 5895 એકિટવ કેસ છે જે પૈકી ર1 દર્દીઓ હજી વેન્ટીલેટર પર છે.
ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 768 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં ર30 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 68 કેસ, સુરત કોર્પોરેશનમાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 34, ગાંધીનગર કોર્પોરેશનમાં રપ, જામનગર કોર્પોરેશનમાં 8 અને ભાવનગર કોર્પોરેશનમાં નવા બે કેસ નોંધાયા હતા. જયારે ગાંધીનગર જીલ્લામાં નવા 58, મહેસાણા જીલ્લામાં પપ, વડોદરા જીલ્લામાં 4પ, અમદાવાદ જીલ્લામાં ર8, સુરત જીલ્લામાં ર8, રાજકોટ જીલ્લામાં ર6 કેસ, બનાસકાંઠા જીલ્લામાં ર1 કેસ, ભરુચ જીલ્લામાં 18, કચ્છ જીલ્લામાં 14 કેસ, સાબરકાંઠા જીલ્લામાં 14 ઇંચ, નવસારી જીલ્લામાં 9 કેસ:, પાટણ જીલ્લામાં 9 કેસ, અમદાવાદ અને મોરબી જીલ્લામાં 77 કેસ, વલસાડ જીલ્લામાં છ કેસ, ખેડા જીલ્લામાં 3 કેસ, આણંદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી જીલ્લામાં ર-ર જયારે ભાવનગર, ગીર સોમનાથ અને જામનગર જીલ્લામાં નવો એક એક કેસ નોંધાયા છે.
ગઇકાલે રાજકોટ શહેર બે અને સુરતમાં એક સહીત કુલ ત્રણ દર્દીઓનો ભોગ લેતા રાજયભરમાં ફફડાટ વ્યાપી પામ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.