લાખણિયા નદીના વહેણમાં ફસાયેલી કારમાં બે વ્યક્તિને હેમખેમ બચાવ્યા
ભુજ,રવિવારવરસાદના લીધે તેરા અને નેત્રા રોડ વચ્ચે આવેલી લાખણીયા નદી બંને કાંઠે વહી રહી છે. જિલ્લા વહીવટીતંત્રને શનિવારના રોજ બે લોકો ગાડી સાથે લાખણીયા નદીના વહેણમાં ફસાયા હોવાની રજૂઆત મળે છે. પ્રાંત અિધકારીએ તાત્કાલિક સૂચના આપીને બચાવ માટે પોલીસ અને મરીન કમાન્ડોની ટીમને સૃથળ પર રવાના કરી હતી. પાણીના વહેણનું જોર વાધારે હોવાથી ભારે જહેમત બાદ ગામ લોકો, પોલીસ અને મરીન કમાન્ડોના સંયુક્ત પ્રયાસોથી બંને લોકોને બચાવી લેવાયા હતા. આ રેસ્કયૂ વિશે પ્રાંત અિધકારી પ્રવીણસિંહ જૈતાવતે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ પોલીસ, મામલતદાર અને મરીન કમાન્ડોની ટીમને સૂચના આપીને તરત જ ટીમ સૃથળ પર રવાના કરવામાં આવી હતી. પાણીનું તાણ વાધારે હોવાથી મરીન કમાન્ડો સિવાય બેકઅપ તરીકે એનડીઆરએફ તેમજ બીએસએફની ટીમને પણ રવાના કરાઈ હતી. જોકે, મરીન કમાન્ડો, ગામ લોકો અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી આ બંને લોકોને સલામત રીતે બચાવી લેવાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.