પૂર્વ અમદાવાદ બન્યું ભૂવાનગરી, દર બીજા દિવસે રોડ પર ભૂવો પડે છે ! - At This Time

પૂર્વ અમદાવાદ બન્યું ભૂવાનગરી, દર બીજા દિવસે રોડ પર ભૂવો પડે છે !


અમદાવાદ,તા.07 ઓગષ્ટ 2022, રવિવારપૂર્વ અમદાવાદમાં આ ચોમસા દરમિયાન આશરે ૫૦ જેટલા મોટા ભૂવાઓ પડી ચૂક્યા છે. અન્ય નાના-મોટા ભૂવાઓ મળીને કુલ સંખ્યા ૧૦૦થી વધુ થવા જઇ રહી છે. ભૂવાઓના કારણે ટ્રાફિકજામ, ડાયવર્ઝન, રોડ તૂટવા, ગટરો બેક મારવી, પીવાનું પાણી દુષિત આવવું સહિતની સંલગ્ન સમસ્યાઓથી રહીશો પરેશાની ભોગવી રહ્યા છે. મોટાભાગના ભૂવાઓની મરામતનું કામ હજુ શરૂ પણ કરાયું નથી. બેરિકેડ મુકી રખાયા છે. આમ ચોમાસા પછી પણ ભૂવાઓના કારણે શહેરીજનોને પડી રહેલી વિવિધ હાલાકીઓ યથાવત રહેશે.રવિવારે મણિનગરથી ગોરના કુવા સુધીના માર્ગ પર કિષ્ણા એપાર્ટમેન્ટ પાસે રવિવારે મુખ્ય રોડ પર ભૂવો પડયો હતો.  પૂર્વમાં તાજેતરમાં પડેલા ભૂવાઓની વાત કરીએ તો હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડમાં ધીરજ હાઉસિંગ પાસે , ઋષિકેશનગર પાસે , સેવન ડે સ્કૂલ પાસે,  ગોરના કુવા પાસે,આરતીનગર અને મનહર કોલોની પાસે મુખ્ય રોડ પર ભૂવાઓ પડેલા છે. ખોખરા વોર્ડમાં હાટકેશ્વર સોસાયટી પાસે, મોહનકુંજ સોસાયટી પાસે, યાદવનગર પાસે, કેવી નાગર સ્કૂલ, કર્મભુમી સોસાયટી પાસે, મણિનગરમાં કૃષ્ણા એપાર્ટમેન્ટ પાસે,દક્ષિણી સોસાયટી પાસે,  લક્ષ્મીનારાયણ બગીચા પાસે, ખોખરા પોલીસ સ્ટેશન પાસે, લક્ષ્મીનારાયણ ચાર રસ્તા પાસે, હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે ભૂવાઓ પડેલા છે. જે હાલમાં પણ યથાસ્થિતિમાં છે અને વાહનચાલકો માટે મુસીબતરૂપ બન્યા છે.અમરાઇવાડી વોર્ડમાં શાંતિનિકેતન સ્કૂલ પાસે, અમરાઇવાડી પોસ્ટ ઓફિસ પાસે, રાવના વંડા પાસે, જોગેશ્વરી રોડ પર ભૂવા પડેલા છે. વસ્ત્રાલમાં ન્યુ આરટીઓ માર્ગ પર, રિંગરોડના સર્વિસ રોડ પર, વિનાયક પાર્ક પાસે ભૂવા પડેલા છે. વસ્ત્રાલ મેટ્રો બ્રિજ પિલ્લર નંબર ૧૨૭ પાસે થોડા દિવસ પહેલા મોટો ભૂવો પડયો હતો. તેનું કામ હજુ ચાલી રહ્યું છે.ઓઢવ ઓવરબ્રિજના છેડા પાસે, પામ હોટલથી વિરાટનગર રોડ પર, નિકોલથી નરોડા જવાના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર, કુબેરનગર, સરદારનગર, સૈજપુર બોધા, નિકોલ, કઠવાડા રોડ પર ભૂવા પડયા છે. પીવાનું પાણી દુષિત આવે છે, ગટરો બેક મારે છેગટર-પાણીની લાઇનમાં લીકેજ હોય અને પાણી જમીનમાં માટી ધોઇ નાંખે ત્યારે જે પોલાણ સર્જાય છે તેના કારણે ભૂવાઓ પડતા હોય છે. જેના કારણે પીવાનું પાણી દુષિત આવવાની સમસ્યા મોટાભાગના વોર્ડમાં વકરી છે. જે પાણીજન્ય રોગચાળામાં પરિણમી છે. ગટરો બેક મારવાની સમસ્યા વધી છે. સરદારનગર, સૈજપુર બોઘા, કુબેરનગર, ઠક્કરનગર વોર્ડમાં મોટાભાગના વિસ્તારોમાં ગટરો બેક મારવાની ફરિયાદો સવિશેષ છે.પૂર્વમાં રોડ પર પડેલા ખાડા પુરવામાં ઉદાસીનતાશહેરમાં વરસાદના કારણે રોડ તૂટી ગયા છે. રોડ પરના ખાડા પુરવાની બાબતમાં મ્યુનિ.તંત્ર દાવો કરી રહ્યું છેકે તેણે અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ ખાડાઓ પુર્યા છે. પંરંતુ નવાઇની વાત એછેકે પૂર્વમાં ગમે તે રોડ પર જાવ ત્યાં ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે.ખાડા વાહનચાલકોની કમર તોડી રહ્યા છે. રિંગરોડ, મોડલ રોડ, એપ્રોચ રોડ, ૧૩૨ ફૂટના રોડ તૂટેલી હાલતમાં છે.કઠવાડા-હુડકોમાં છેલ્લે પંદર દિવસથી સ્ટ્રીટલાઇટો બંધનિકોલ વોર્ડના કઠવાડા ઇન્દિરનગર હુડકો ખાતે છેલ્લા પંદરેક દિવસથી સ્ટ્રીટલાઇટો બંધ છે. ચાર હજારથી વધારે મકાનો ધરાવતી આ વસાહતમાં રહીશો અંધકારમાં જીવી રહ્યા છે. મ્યુનિ.તંત્રના સ્ટ્રીટલાઇટ વિભાગમાં વારંવારની ઓનલાઇન ફરિયાદો નોંધાવવા છતાંય નવાઇની વાત એછેકે આજદીન સુધી સ્ટ્રીટલાઇટોની મરામત કરવા માટે કોઇ આવ્યું નથી.આ વસાહતની આજુબાજુમાં ગટરના ગંદા પાણીના તળાવો ભરેલા પડયા છે. ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. તેવામાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટલાઇટો બંધ હોવાથી ઝેરી જીવજંતુઓનો ભય રહીશોને સતાવી રહ્યો છે. સાપ, વિંછીં, સાપના કણા, કાન ખજૂરા, નોળિયા વગેરે નીકળવાના બનાવો બની રહ્યા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.