દિલ્હીની મહિલાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી આરોપી ચાલું ટ્રેનમાં ઉતરી ગયો
અમદાવાદ,રવિવારઅમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને ચાલું ટ્રેનમાં મોબાઇલ તથા સોના દાગીના સહિત કિંમતી માલ સામાનની ચોરીના બનાવો દિવસે દિવસને વધી રહ્યા છે. દિલ્હીની મહિલાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને આરોપી ચાલું ટ્રેનમાં કૂદકો મારીને નીચે ઉતરી ગયો હતો. બીજા બનાવમાં તેલંગણાના વૃધ્ધ ટ્રેનમાં વોશરૃમમાં ગયા હતા અને ચાર્જિંગમાં મૂકેલો મોબાઇલ કોઇક અજાણી વ્યક્તિ લઇને જતો રહ્યો હતો.તેલંગણાના વૃધ્ધ વોશરૃમમાં ગયા અને ટ્રેનમાં ચાર્જિંગમાં મૂકેલો મોબાઇલ લઇને અજાણ્યો શખ્સ ભાગી ગયો આ કેસની વિગત એવી છે કે દિલ્હીમાં વસંતકુજ ખાતે રહેતા લક્ષ્મીબહેન રજનીકુમાર શલકે ( ઉ.વ.૩૨)એ કાલુપુર રેલવે સ્ટેશને અજાણા યુવક સામે ફરિયાદ નાંેધાવી છે કે તેઓ તા.૧૪ જુલાઇના રોજ જયપુર રેલવે સ્ટેશનથી ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા જ્યાં બીજા દિવસે રાતે ૩ વાગે તેઓ ટ્રેનમાં સીટ ઉપર બેસીને મોબાઇલ ચેક કરી રહ્યા હતા આ સમયે અજાણી વ્યક્તિ તેમના હાથમાંથી મોેબાઇલ ઝૂંટવીને ચાલું ટ્રેનમાં કૂદકો મારીને નીચે ટ્રેક ભાગી ગયો હતો.બીજા બનાવમાં તેલંગણામાં એચ.બી.કોલોની વેંકટેશ્વરનગર ખાતે રહેેતા ગોલીકાર બાલાજી નરસો (ઉ.વ.૬૬)એ કાલુપુર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.૨૭-૦૬-૨૨ના રોજ રાજકોટ રેલવે સ્ટેશનથી પરિવાર સાથે ટ્રેનમાં બેસીને સિકંદરાબાદ જઇ રહ્યા હતા, જ્યાં તેઓ બર્થમાં સૂઈ ગયા અને મોબાઇલ ચાર્જિંગમાં મૂકેલો હતો તેઓ રાતે જાગીને વોશરૃમમાં ગયા બાદ પરત આવીને જોયું તો કોઇક વ્યકિત તેમનો મોબાઇલની નાસી ગયો હતો. આ બન્ને બનાવ અંગે કાલુપુર રેલવે પોલીસે ગુનો નોંધીને રેલવે સ્ટેશને લગાડેવલા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.