અમદાવાદની હોસ્પિટલોમાં બે બાળકો સહિત સ્વાઇન ફ્લૂના ૩૦થી વધુ દર્દી - At This Time

અમદાવાદની હોસ્પિટલોમાં બે બાળકો સહિત સ્વાઇન ફ્લૂના ૩૦થી વધુ દર્દી


અમદાવાદ, રવિવારઅમદાવાદમાં કોરોનાની
સાથે સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદની હોસ્પિટલોમાં હાલ
કોરોનાના ૮૦થી વધુ જ્યારે સ્વાઇન  ફ્લૂના ૩૦થી
વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં ૧૦ માસના તેમજ ૧૦ વર્ષીય
બાળકને સ્વાઇન ફ્લૂ થતાં દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકી ૧૦ માસનું બાળક હાઇ ફ્લો ઓક્સિજન
પર છે. આ અંગે પ્રાપ્ત
માહિતી અનુસાર અસારવા સિવિલ હોસ્પિટલમાં ૧, સોલા સિવિલમાં બે, એલજી-શારદાબહેન હોસ્પિટલમાં
૧૫ જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ૩૦થી વધુ દર્દીઓ સ્વાઇન ફ્લૂના છે. સોલા સિવિલમાં ૧૦
દિવસ અગાઉ સ્વાઇન ફ્લૂના એક દર્દીનું મૃત્યુ પણ થયું હતું. સોલા સિવિલમાં છેલ્લા ૧૦
કરતાં વધુ દિવસથી ૭૦ વર્ષીય દર્દી સ્વાઇન ફ્લૂની સારવાર હેઠળ છે. જેમના સ્વાસ્થ્યમાં
હવે સુધારો થતાં તેમને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, બાળકોમાં પણ સ્વાઇન
ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.સોલા સિવિલના
પીડિયાટ્રિક વોર્ડમાં ૧૦ મહિના તેમજ ૧૦ વર્ષના બાળક સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહ્યા
છે. આ બાળકોનો ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં
૧૦ મહિનાનું બાળક હાઇ ફ્લો ઓક્સિજન પર છે. અસારવા સ્વાઇન ફ્લૂના વધતા કેસને પગલે સિવિલ
હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર છે. હાલ અસારવા સિવિલમાં સ્વાઇન ફ્લૂનો એક દર્દી
છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના કુલ ૩૦થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા
છે. અસારવા સિવિલમાં
કોરોનાના કુલ ૧૦ દર્દીઓ છે. આ પૈકી ૯ પોઝિટિવ અને ૧ શંકાસ્પદ છે. ૯માંથી ૪ દર્દી ઓક્સિજન
પર છે જ્યારે ૬ સ્ટેબલ છે. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના ૭૦થી વધુ દર્દીઓ સારવાર લઇ
રહ્યા છે. હોસ્પિટલોમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓમાંથી મોટાભાગનાએ વેક્સિનનો એકપણ
ડોઝ લીધો નથી અથવા ફૂલ્લી વેક્સિનેટેડ નહીં હોવાનું સામે આવ્યું છે.  મચ્છરજન્ય રોગ
પર અંકૂશ મેળવવા માટે  કોર્પોરેશન સફાઇ વધારે

ચોમાસા સાથે હવે
મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગના પ્રમાણમાં વધારો
થઇ શકે છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન દ્વારા અપીલ કરવામાં આવી
છે કે મચ્છરજન્ય રોગ પર અંકૂશ મેળવવા કોર્પોરેશને સફાઇ વધારવી પડશે. આ ઉપરાંત પાણીનો
ભરાવો ના થાય અને દવાનો પૂરતો છંટકાવ થતો રહે તેની પૂરતી તકેદારી રાખશે તો મચ્છરજન્ય
રોગ પર અંકૂશ મેળવી શકાશે. સુરત જેમ અમદાવામાં પણ રાત્રિના સમયે સફાઇ કરવામાં આવે તે
હિતાવહ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.