સુરેન્દ્રનગર ફાયરબ્રિગેડની હાલત આગ લાગે ત્યારે કૂવો ખેદવા જેવી - At This Time

સુરેન્દ્રનગર ફાયરબ્રિગેડની હાલત આગ લાગે ત્યારે કૂવો ખેદવા જેવી


- શહેરમાં 39 હાઇરાઇઝ બિલ્ડીગ બની ગઇ છતાં સ્નોરકેલ જેવા સાધનો જ નથી - આગ બુઝાવવા કે બચાવ કામગીરી માટે આધૂનિક સાધનો વસાવવા પાલિકાનું વહિવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ નિષ્ક્રિયસુરેન્દ્રનગર : કરોડો રૂપિયાનો ટેક્ષ ઉધરાવતી સુરેન્દ્રનગર પાલિકા અદ્યતન અગ્નિશામક સાધનો હજુ સુધી શા માટે વસાવી શકી નથી. શુ આગ અકસ્માત જેવી દૂર્ઘટના સર્જાય ત્યારે જવાબદારી કોની..?  એવા સવાલ શહેરીજનોમાં ચર્ચાય છે.સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં હાઈરાઈઝ (બહુમાળી) બિલ્ડીંગો વધી રહી છે. હાલમાં ૩૯ હાઈરાઈઝ બિલ્ડીંગ શહેરોમાં નિર્માણ પામી ચૂકી છે. બચાવ કામગારીના આધૂનિક સાધનો વસાવ્યા વગર જ નગરપાલિકા તંત્ર બહુમાળી બિલ્ડીંગોના પ્લાન મંજુર કરે છે અને આવી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો રાખવાની ફરજ પાડવામાં આવી રહી છે, પરંતુ નગરપાલિકા પાસે જ આવી ઉંચી બિલ્ડીંગોમાં આગ જેવી દૂર્ઘટના સમયે પાણીનો મારો ચલાવવાના કે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટેના અદ્યતન સાધનો ઉપલબ્ધ નથી. જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર પાલિકાના ફાયર વિભાગમાં ૧૨ હજાર લીટરના ચાર વોટર બાઉઝર (બંબા) છે. પંરતુ નવા કેમેરાવાળા અદ્યતન બાઉઝર એક પણ નથી. શહેરમાં ૫૦ ફુટથી ઉંચી બિલ્ડીંગો છે. જ્યારે ફાયર વિભાગમાં ૩૫ ફુટ સુધી પહોંચી શકે તેવું એક માત્ર લોડર છે. એનાથી ઉપર આગ લાગે તો શું ? તે વિચાર માંગી છે તેવો પ્રશ્ન છે. પાંચ માળથી ઉપર લાગેતો તેમાં ફસાયેલો લોકોને રામભરોસે છોડી દેવામાં આવશે કે શું..?નોંધપાત્ર બાબત એ પણ છે કે, હાઈરાઈઝ બિલ્ડીંગમાં ઉપરના મજલે આગ જેવી દુર્ઘટના બને તો આગમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે અદ્યતન સ્નોરકેલ વાહન પણ સુરેન્દ્રનગર નગરપાલિકા પાસે નથી. ૧૨ મીટરની ઉંચાઈ સુધી આગ લાગે તો નગરપાલિકાના ફાયર વિભાગના સાધનોથી પાણીનો મારી ચલાવી શકાય તેમ છે. પરંતુ આગમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકાય તેવી કોઈ વ્યવસ્થા નથી. જાણકાર લોકોનું કહેવું છે કે, શહેરમાં હાઈરાઈઝ બિલ્ડીંગોના પ્લાન મંજુર કરવાનું શરૂ થયું ત્યારે જ પાલિકાએ આવી બિલ્ડીંગોમાં આગ જેવા જોખમોનો સામનો કરવા માટે અદ્યતન સાધનો વસાવવાનું આયોજન કેમ નથી કર્યું ?શહેરીજનો પાસેથી સુરેન્દ્રનગર નગપાલિકાને રૂપિયા ૧૩ કરોડ જેટલી મિલકત વેરાની આવક મળે છે. જ્યારે હાઈરાઈઝ બિલ્ડીંગોમાં આગ લાગે ત્યારે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે સ્નોર કેલ વસાવવાના રૂપિયા નથી. સ્નોરફેલ વાહન અને કેમેરાવાળા બ્રાઉઝર માટે પાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત હજુ સુધી કરવામાં આવી હોય તેવી વિગતો કોઇ અધિકારી કે ચૂંટાયેલી પાંખ પાસે નથી.લોકો એવું પણ કહે છે કે, સુરેન્દ્રનગરમાં રસ્તા અને ગટરના તકલાદી કામો પાછળ કરોડો રૂપિયાનો દુર્વ્યય કરાય છે, પણ દુર્ઘટના સમયે લોકોને મદદરૂપ થઈ શકાય તે માટે આગને કાબુમાં લેવાના અને આગમાં ફસાયેલાને રેસ્ક્યુ કરવાના સાધનો વસાવવાનું આયોજન કરવામાં આવતુ નથી.મોટા ઉપાડે વિકાસના બણગા ફૂંકાય છે, પણ વાસ્તવિકાતા વરવીસુરેન્દ્રનગરમાં વિકાસના બણગા તો મોટા ઉપાડે ફૂંકવામાં આવે છે, પરંતુ વિકાસની વાસ્તવકતા કંઇક વરવી જોવા મળે છે. ભાષણોમાં આધુનિકતા અને ટેકનોલોજીની વાતો મોટા ઉપાડે થાય છે, પણ વહિવટમાં હજુ જુના પુરાણા આઉટ ઓફ ડેટ સાધનોથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. શહેરમાં પાંચ માળ સુધીની બહુમાળી બિલ્ડીંગો બંધાઇ ચૂકી છે. બચાવ માટેના આધૂનિક સાધનો ઉપલબ્ધ કર્યા પહેલા જ બહુમાળી બિલ્ડીંગો માટે મંજૂરી આપી દેવામાં આવી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.